11 માર્ચ, 2026

WhatsApp એ એવી વિશ્વસનીય રીત છે કે જેના દ્વારા કુટુંબો વાતચીત કરે છે, કારણ કે તે સરળ, ખાનગી અને ભરોસાપાત્ર છે. કુટુંબો અને નિષ્ણાતોના ઇનપુટની મદદથી, અમે નવાં વાલી સંચાલિત એકાઉન્ટ રજૂ કરી રહ્યાં છીએ કે જે માતા-પિતા અથવા ગાર્ડિયનને તરુણાવસ્થાથી થોડી નાની ઉંમરનાં બાળકો માટે WhatsApp સેટ અપ કરવા દે છે, સાથે જ તેમાં તેમના WhatsApp અનુભવને મેસેજિંગ અને કૉલિંગ પૂરતા મર્યાદિત કરવા માટેનાં નવાં નિયંત્રણો છે.
શરૂઆત કરવા માટે, માતા-પિતાને તેમના કુટુંબના સભ્ય માટે તેમણે ખરીદ્યો હોય તે ફોન અને તેમના પોતાના ડિવાઇસની જરૂર પડશે, જેથી તેમનાં એકાઉન્ટને બાજુ-બાજુમાં રાખીને લિંક કરી શકાય. એકવાર સેટ અપ થઈ જાય, તે પછી આ એકાઉન્ટ માતા-પિતા અથવા ગાર્ડિયન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જેઓ એ નક્કી કરી શકશે કે એકાઉન્ટનો સંપર્ક કોણ કરી શકે અને તેઓ કયા ગ્રૂપમાં જોડાઈ શકે. વધુમાં, માતા-પિતા અજ્ઞાત સંપર્કો તરફથી આવતી મેસેજની વિનંતીઓને રિવ્યૂ કરી શકે છે અને એકાઉન્ટનાં પ્રાઇવસી સેટિંગનું સંચાલન કરી શકે છે.
વાલીનાં નવાં નિયંત્રણો અને સેટિંગ, સંચાલિત ડિવાઇસ પર માતા-પિતાએ સેટ કરેલા પિન દ્વારા નિયંત્રિત થાય છે અને તેનું રક્ષણ કરવામાં આવે છે. ફક્ત માતા-પિતા જ પ્રાઇવસી સેટિંગને એક્સેસ કરી શકે છે અને તેમાં ફેરફાર કરી શકે છે, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ પોતાના કુટુંબના અનુભવને અનુરૂપ બનાવવા માટે સશક્ત છે.
તમામ વ્યક્તિગત વાતચીતો, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન વડે રક્ષિત અને ખાનગી થયેલી રહે છે, એટલે કે કોઈ પણ તેમને જોઈ કે સાંભળી શકતા નથી—WhatsApp પણ નહિ. અમે માતા-પિતા માટે વધુ ટૂલ અને જાણકારી પૂરી પાડી રહ્યાં છીએ, ખાસ કરીને ગ્રૂપથી સંબંધિત, જેના વિશે તમે અહીં વધુ જાણી શકો છો.
WhatsApp પહેલાંથી જ કૌટુંબિક જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે - પછી ભલેને વિસ્તૃત કુટુંબીજનોને કોઈ મોટા માઇલસ્ટોન વિશે અપડેટ કરવાનું હોય, સ્કૂલ પછીના પ્લાન અંગે અવગત રહેવાનું હોય કે પછી બસ પ્રિયજનોને જણાવવાનું હોય કે તમે સલામત રીતે ઘરે પહોંચી ગયા છો. અમે આવનારા મહિનામાં ધીમે-ધીમે વાલી સંચાલિત એકાઉન્ટને રજૂ કરીશું, ત્યારે અમે તમારો પ્રતિસાદ મેળવવાની આતુરતાથી રાહ જોઈએ છીએ, જેથી અમે કુટુંબો માટે કનેક્ટ થવાની સૌથી વધુ સલામત અને સૌથી વધુ ખાનગી રીત પૂરી પાડવા માટે WhatsAppને બનાવવાનું ચાલુ રાખી શકીએ.
વાલી સંચાલિત એકાઉન્ટ સેટ અપ કરવા વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.