27 સપ્ટેમ્બર, 2023

આજે વાર્ષિક Connect કોન્ફરન્સમાં, એવી અનેક AI પ્રોડક્ટ અને સુવિધાઓને Metaએ જાહેર કરી કે જે ટૂંક સમયમાં WhatsApp મારફતે ઉપલબ્ધ થઈ જશે.
અમે જનરેટિવ AIની શક્યતાઓથી અને તે કેવી રીતે લોકોને બસ મેસેજ મોકલીને વધુ ક્રિએટિવ, પ્રોડક્ટિવ થવામાં અને મનોરંજિત થવામાં મદદ કરી શકે તેનાથી પ્રેરણા મેળવીએ છીએ. WhatsApp પર આટલી બધી વાતચીતો થઈ રહી હોવાથી, અમે આ ઉભરતી ટેક્નોલોજીને એક્સેસ કરવામાં વિશ્વભરનાં લોકોની મદદ કરવા માંગીએ છીએ.
શરૂઆત કરવા માટે, અમે Meta દ્વારા સંચાલિત ત્રણ નવી AI સેવાઓ પ્રસ્તુત કરી રહ્યાં છીએ કે જે, આપણા બધા માટે જે પ્રયોગનો લાંબો પાથ હોવાની અમે અપેક્ષા રાખી રહ્યા છીએ તેમાં પહેલવહેલાં પગલાંને રજૂ કરે છે. આજથી શરૂ કરીને, કેટલાક વાપરનારાઓ મિત્રો અને કુટુંબીજનો સાથેની ચેટમાં નીચેની બાબતોને ટેસ્ટ કરવાનું શરૂ કરી શકે છે:
જનરેટિવ AIની શરૂઆતી ક્ષમતાઓ જેમના માટે નવી હોય તે લોકો માટે, અમે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે અંગેની કેટલીક મૂળભૂત બાબતોને એકસાથે ભેગી કરી છે. જાણવાની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે મિત્રો અને કુટુંબીજનો સાથેના તમારા વ્યક્તિગત મેસેજ મર્યાદાઓની બહાર રહે છે. AI તેમને જે મોકલવામાં આવે તેને વાંચી શકે છે, પરંતુ તમારા વ્યક્તિગત મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત થયેલા રહે છે, તેથી Meta સહિત અન્ય કોઈ તેને જોઈ શકતા નથી.
આ ઉપરાંત, અમને બિઝનેસ દ્વારા તેમની પસંદગીના AI મારફતે લોકોને પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા અને ગતિને બહેતર બનાવવામાં તેમની મદદ કરવામાં રુચિ છે. અમે હમણાં થોડા પાર્ટનરની સાથે પડદાં પાછળ રહીને કામ કરી રહ્યા છીએ અને આવનારા મહિનામાં આ વિશે કહેવા માટે અમારી પાસે વધુ બાબતો રહેશે.
અમે જેમ-જેમ વધુ ભાષાઓમાં વધુ લોકો માટે આ ટૂલને ઉપલબ્ધ કરતા જઈશું તેમ-તેમ ઍપમાં દરેકને અપડેટ કરેલા રાખીશું. અમે તમારા પ્રતિસાદ તથા તમે જે બનાવો છો તેના વિશે સાંભળવા માટે ખૂબ ખૂબ આતુરતાથી રાહ જોઈએ છીએ.