29 સપ્ટેમ્બર, 2025

ગત થોડાક મહિનામાં, અમે WhatsAppમાં નવી સુવિધાઓ અને અપડેટને ઉમેરવાનું ચાલુ રાખ્યું છે. આજના સારાંશમાં લાઇવ અને મોશન ફોટા મોકલવાની ક્ષમતા, Meta AIની મદદથી ક્રિએટિવ બનવાની નવી રીતો અને બીજી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે!
લાઇવ અને મોશન ફોટા: હવે તમે લાઇવ ફોટા (iOS) અને મોશન ફોટા (Android)ને શેર કરી શકો છો કે જે જીવનને બસ તે જેમ છે તે જ રીતે કેપ્ચર કરે છે – અવાજ અને હિલચાલથી પૂર્ણ – એટલે કે તમે કોઈ પણ પ્લેટફોર્મ પર મિત્રો સાથે વધુ સમૃદ્ધ ક્ષણોને શેર કરી શકો છો.
Meta AIની મદદથી નવી ચેટ થીમ: આ વર્ષની શરૂઆતમાં, અમે તમારી ચેટને કસ્ટમાઇઝ કરવાની એક રીત તરીકે ચેટ થીમની સુવિધા પ્રસ્તુત કરી હતી. હવે તમે તમારી ક્રિએટિવિટીને બૂસ્ટ કરવા માટે Meta AIના સામર્થ્યનો ઉપયોગ કરી શકો છો અને તમારી પોતાની પસંદ મુજબની ચેટ થીમ બનાવી શકો છો. (Meta AIની સુવિધાઓ બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે.)
Meta AI વડે નવાં બેકગ્રાઉન્ડ: હવે AI વડે, તમે તમારા વીડિયો કૉલ માટે અનન્ય બેકગ્રાઉન્ડ બનાવી શકો છો જેથી તમે તમારા મનપસંદ માહોલમાં રહી શકો અથવા કંઈક નવું અજમાવી શકો. સીધા જ ચેટમાં ફોટા અને વીડિયો લેતી વખતે પણ તમે AI બેકગ્રાઉન્ડ ઉમેરી શકો છો.
નવાં સ્ટિકર પેક: અમે તમારી ચેટને વધુ અભિવ્યક્તિપૂર્ણ અને મજેદાર બનાવવા માટે નવાં સ્ટિકર પેક પ્રસ્તુત કર્યા છે. નિર્ભય પક્ષી, સ્કૂલના દિવસો અથવા વેકેશન પેકમાંથી સ્ટિકર ડાઉનલોડ કરો જેના સુંદર પાત્રો એક પણ શબ્દ બોલવાની જરૂર વિના તમે કેવું અનુભવી રહ્યા છો તે વ્યક્ત કરી શકે છે.
વધુ સરળ ગ્રૂપ શોધ: ગ્રૂપ ચેટનાં નામ ક્યારેક એટલા બધા ક્રિએટિવ થઈ જાય છે કે તેમને યાદ રાખવાનું મુશ્કેલ થઈ શકે છે. હવે, તમારા ચેટ ટેબમાં તમારી ઓળખીતી કોઈ વ્યક્તિને શોધો કે જે ગ્રૂપમાં હોય અને તે તમારી વચ્ચે કોમન હોય તેવાં ગ્રૂપ બતાવશે.
Android પર ડોક્યુમેન્ટ સ્કેનિંગ: હવે તમે Android ડિવાઇસ પર સીધા જ WhatsApp પરથી ડોક્યુમેન્ટને સ્કેન, ક્રોપ, સેવ કરી શકો અને મોકલી શકો છો (તમે iPhone પર પહેલાંથી જ આ કરી શકો છો).
ટૂંક સમયમાં જ આવનારી વધુ નવી સુવિધાઓ અને અપડેટ માટે જોડાયેલા રહો!