1 મે, 2024

કોમ્યુનિટી લોન્ચ થયા પછીથી, એ જોવું ઉત્સાહજનક રહ્યું છે કે સમાન રુચિઓ – પાડોશ, સ્કૂલ સંગઠનો, શોખ અને વધુ બાબતોને ધરાવતાં લોકો કેવી રીતે – એકસાથે જે સંબંધિત હોય તેવાં ગ્રૂપને કનેક્ટ થયેલાં અને સુગઠિત રાખવાં માટે સુવિધાનો ઉપયોગ કરે છે. કોમ્યુનિટીને એકબીજાની હજીએ વધુ નજીક લાવવામાં મદદ કરવા માટે, અમે લોકો માટે WhatsApp પર ઇવેન્ટનું આયોજન કરવાની એક નવી રીત પ્રસ્તુત કરી રહ્યા છીએ અને ઘોષણા ગ્રૂપમાં સુગઠિત જવાબોને લોન્ચ કરી રહ્યા છીએ જેથી સભ્યો એડમિન તરફથી આવતી મહત્ત્વપૂર્ણ અપડેટનો જવાબ આપી શકે.
ઇવેન્ટની સાથે હવે લોકો માટે સીધા જ WhatsAppમાં તેમના ગેટ ટુગેધરને પ્લાન કરવાનું વધુ સરળ થઈ ગયું છે, પછી ભલેને તે વર્ચ્યુઅલ મીટિંગને સેટ અપ કરવાનું હોય કે બર્થડે ડિનરને. કોઈ પણ વ્યક્તિ ઇવેન્ટ બનાવી શકે છે અને અન્ય લોકો જવાબ આપી શકે છે જેથી આખા ગ્રૂપને જાણ થાય કે કોણ આવી રહ્યું છે. અતિથિઓને ગ્રૂપના માહિતી પેજમાં પણ ઇવેન્ટ મળી શકે છે અને જેઓ જઈ રહ્યા હોય તેમને તે ઇવેન્ટનો સમય નજીક આવવા લાગે ત્યારે ઓટોમેટિક નોટિફિકેશન મળશે. ઇવેન્ટ, પહેલા તે ગ્રૂપમાં આવી રહી છે જે કોમ્યુનિટીથી સંબંધિત છે અને આવનારા મહિનાઓમાં બધાં ગ્રૂપ માટે રજૂ થઈ જશે.
અમે ઘોષણા ગ્રૂપમાં 'જવાબો'ની સુવિધા પણ લાવી રહ્યા છીએ, જેથી આ ગ્રૂપને તમારી કોમ્યુનિટીમાં જે થઈ રહ્યું છે તે અંગે અવગત થવા માટેની એક સરળ જગ્યા તરીકે જાળવી રાખીને એડમિન તેમના સભ્યોની વાતને સાંભળી શકે. જવાબોને એક સાથે ગ્રૂપ કરવામાં અને નાના કરવામાં આવે છે જેથી તમે જોઈ શકો કે જે-તે સંદર્ભમાં અન્ય લોકોએ શું કહ્યું છે, અને દરેક જણ માટે નોટિફિકેશન મ્યૂટ કરવામાં આવે છે.
આગલા થોડાક મહિનાઓમાં, અમે કોમ્યુનિટી અને ગ્રૂપ માટે નવી સુવિધાઓ રજૂ કરતા રહીશું જેથી લોકો પાસે WhatsApp પર તેમનાં જીવનને સુગઠિત થયેલાં રાખવા માટે વધુ ટૂલ હોય. અમે સીધા જ ઍપમાં અમારી WhatsApp ચેનલ પર શેર કરવાની સાથે-સાથે અહીં વધુ શેર કરીશું.