3 ઓગસ્ટ, 2020
WhatsApp, ઘણી વખત ફોરવર્ડ કરવામાં આવ્યા હોય તેવા ચેટમાં શેર કરવામાં આવતા મેસેજ માટે 'ફોરવર્ડ કર્યા'નું ખાસ લેબલ પૂરું પાડે છે. આ બે તીર લોકોને કોઈ નજીકના સંપર્કે લખેલો ન હોય તેવો મેસેજ જ્યારે મળ્યો હોય ત્યારે તે જાણવામાં મદદ કરે છે. આ વર્ષની શરૂઆતમાં, WhatsAppનું ખાનગીપણું જાળવી રાખવા માટે અમે આવા મેસેજ એક વખતમાં કેટલી વખત મોકલી શકાય તેની મર્યાદાઓ સેટ કરી હતી.
આજે, અમે ચેટમાં બિલોરી કાચના બટનને દબાવીને આવા મેસેજને ખાતરીપૂર્વક તપાસવાની એક સરળ રીત આપી રહ્યા છીએ. સરળ રીતે મેસેજ શોધવાની સુવિધાથી લોકોને ઘણી વખત ફોરવર્ડ કરાયેલા મેસેજની ખરાઈ કરવા માટે તે મેસેજ અંગેના સમાચારના પરિણામો અને માહિતીના બીજા માધ્યમો શોધવામાં મદદ મળે છે.
વપરાશકર્તાઓ મેસેજને તેમના બ્રાઉઝરથી અપલોડ કરીને આ સુવિધા વાપરી શકે છે અને WhatsApp તે મેસેજ ક્યારેય જોતું નથી.
Android, iOS અને WhatsApp વેબ માટે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા બ્રાઝિલ, ઇટલી, આયર્લેન્ડ, મેક્સિકો, સ્પેન, યુકે અને યુએસના લોકો માટે આજથી વેબ પર શોધવાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.