કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

એક ઓપન લેટર

જ્યારે અમે અહીં અમે શેના પર કામ કરી રહ્યા છીએ તે અંગે શેર કરીએ છીએ ત્યારે તે સામાન્ય રીતે અમારા દ્વારા નિર્મિત કરવામાં આવી રહેલી નવી સુવિધાઓ અથવા પ્રોડક્ટ વિશે હોય છે. આજે, અમે યુનાઇટેડ કિંગડમમાં વિકસેલી મુશ્કેલીજનક પરિસ્થિતિ વિશે લખી રહ્યા છે કે જેના વિશે દરેક જણે જાણવાની જરૂર છે.

UK સરકાર ખાનગી મેસેજિંગ સેવાઓ પર રહેલા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડવા માટે ટેક્નોલોજી કંપનીઓને ફરજ પાડવાનો પ્રયાસ કરવા માટે દરવાજા ખોલતા નવા કાયદા અંગે હાલમાં વિચાર કરી રહી છે. આ કાયદો, બિનચૂંટાયેલા અધિકારીને વિશ્વભરમાં રહેલાં અબજો લોકોની પ્રાઇવસીને નબળી પાડવાની શક્તિ આપી શકે છે.

અમને નથી લાગતું કે કોઈ પણ કંપની, સરકાર કે વ્યક્તિ પાસે તમારા વ્યક્તિગત મેસેજને વાંચવાની શક્તિ હોવી જોઈએ અને અમે એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો બચાવ કરવાનું ચાલુ રાખીશું. અમને, આ કાયદાના ગેરમાર્ગે દોરાયેલા ભાગો કે જે UK અને વિશ્વભરમાં રહેલાં લોકોને ઓછા સુરક્ષિત કરશે, તેની વિરુદ્ધ વળતું દબાણ આપવામાં અમારા ઉદ્યોગની અન્ય ટેક્નોલોજી કંપનીઓ સાથે ઊભા રહેવામાં ગર્વ છે.

—

ઇન્ટરનેટ પર સલામતી અને પ્રાઇવસી વિશે પરવા કરતી કોઈ પણ વ્યક્તિ માટે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત સંચારની સેવાઓ તરીકે, અમે ઓનલાઇન સેફ્ટી બિલ દ્વારા દરેક જણની પ્રાઇવસી અને સલામતી પર ઊભા થતાં જોખમોનો ઉકેલ લાવવા માટે UK સરકારને વિનંતી કરીએ છીએ. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનું રક્ષણ કરવા અને પ્રાઇવસી માટેના માનવ અધિકારનો આદર કરવાના સરકારના જણાવેલા ઇરાદા સાથે બિલ સંરેખિત થાય તે સુનિશ્ચિત કરવામાં બહુ મોડું થયું નથી.

વિશ્વભરમાં, બિઝનેસ, વ્યક્તિઓ અને સરકારો ઓનલાઇન છેતરપિંડી, કૌભાંડો અને ડેટા ચોરીથી સતત જોખમોનો સામનો કરે છે. દુર્ભાવનાપૂર્ણ કર્તાઓ અને શત્રુ રાજ્યો અમારા અતિ મહત્ત્વપૂર્ણ માળખાની સુરક્ષાને નિયમિત રૂપથી પડકારતા રહેતા હોય છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન એ આ જોખમોની સામેના સૌથી મજબૂત સંભવિત સંરક્ષણો પૈકી એક છે અને જેમ-જેમ અત્યાવશ્યક સંસ્થાઓ મૂળ કામગીરીઓને હાથ ધરવા માટે પહેલાં કરતાં વધારે ઇન્ટરનેટની ટેક્નોલોજી પર આધાર રાખવા લાગી છે, તેમ-તેમ તેમાં સામેલ જોખમો અને ગંભીર પરિણામો આનાથી પહેલાં ક્યારેય ન હતા તેટલા વધુ પ્રમાણમાં છે.

હાલમાં ઘડવામાં આવેલા મુસદ્દા મુજબ, આ બિલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડી શકે છે, જે મિત્રો, કુટુંબના સભ્યો, કર્મચારીઓ, એક્ઝિક્યુટિવ, પત્રકારો, માનવ અધિકારોના ચળવળકારો અને સ્વયં રાજકારણીઓના પણ વ્યક્તિગત મેસેજના રૂટિન, સર્વસાધારણ અને સારાસારના ભેદ વિનાના સર્વેલન્સનો દરવાજો ખોલી શકે છે, જે સુરક્ષિત રીતે સંચાર કરવાની દરેક જણની ક્ષમતાને મૂળભૂત રીતે નબળી પાડશે.

આ બિલ, એન્ક્રિપ્શન માટે કોઈ સ્પષ્ટ રક્ષણ પૂરું પાડતું નથી અને જો લખવામાં આવ્યા મુજબ અમલમાં મૂકવામાં આવશે, તો OFCOMને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત સંચાર સેવાઓ પર રહેલા ખાનગી મેસેજના સક્રિય સ્કેનિંગની ફરજ પાડવાનો પ્રયાસ કરવા માટે સશક્ત બનાવી શકે છે - જેના પરિણામે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો હેતુ બિનઅસરકારક થઈ શકે છે અને તમામ વાપરનારાઓની પ્રાઇવસી સાથે ચેડાં થઈ શકે છે.

ટૂંકમાં, બિલ UKના દરેક નાગરિક અને વિશ્વભરમાં તેઓ જેમની સાથે સંચાર કરે તે લોકોની પ્રાઇવસી, સલામતી અને સુરક્ષા પ્રત્યે અપૂર્વ જોખમ ઊભું કરે છે, સાથે જ એવી શત્રુ સરકારોને હિંમત આપે છે કે જેઓ કોપિ-કેટ કાયદાના મુસદ્દા ઘડવાનો પ્રયાસ કરતી હોઈ શકે છે.

સમર્થકોનું કહેવું છે કે તેઓ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીના મહત્ત્વની પ્રશંસા કરે છે, સાથે જ તેઓ દાવો પણ કરી રહ્યા છે કે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને નબળી પાડ્યા વિના દરેક જણના મેસેજનું નિરીક્ષણ કરવું શક્ય છે. સાચી વાત એ છે કે આ શક્ય નથી.

UK બિલ વિશે ચિંતાઓ શેર કરનારાં લોકોમાં માત્ર અમે જ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે બેકડોર જરૂરિયાતોને લાદવાના UK સરકારના પ્રયાસો “દાખલારૂપ શિફ્ટ રચે છે કે જે સંભવિતપણે ભયંકર પરિણામોની સાથે વિશાળ સંખ્યામાં ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે”.

સ્વયં UK સરકારે પણ બિલના લખાણથી ઊભાં થતાં પ્રાઇવસી સંબંધી જોખમોને સ્વીકાર્યા છે, પરંતુ તેણે કહ્યું છે કે આ રીતે બિલનું અર્થઘટન કરવામાં આવે એવો તેનો “ઇરાદો” નથી.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત પ્રોડક્ટ અને સેવાઓને વૈશ્વિક ધોરણે પૂરી પાડનારાઓ વ્યક્તિગત સરકારોને અનુરૂપ થવા માટે તેમની પ્રોડક્ટ અને સેવાઓની સુરક્ષાને નબળી પાડી શકતા નથી. “બ્રિટિશ ઇન્ટરનેટ” જેવી બાબત અથવા UK માટે વિશિષ્ટ હોય એવું એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનું વર્ઝન ન હોઈ શકે.

UK સરકારે બિલ અંગે તાકીદમાં ફરીથી વિચાર કરવો, તેમાં સુધારો કરવો આવશ્યક છે, જેથી તે તેના રહેવાસીઓને વધુ પ્રાઇવસી અને સુરક્ષા આપવા, નહીં કે ઓછી આપવા માટે કંપનીઓને પ્રોત્સાહિત કરે. એન્ક્રિપ્શનને નબળું પાડવું, પ્રાઇવસીને નિર્બળ કરવી અને લોકોનાં ખાનગી સંચારના સામૂહિક સર્વેલન્સને પ્રસ્તુત કરવું એ આગળ વધવાનો માર્ગ નથી.

આપણી વાતચીતોને સુરક્ષિત રાખવા વિશે પરવા કરનારાઓ દ્વારા સહી કરાયેલ:

મેથ્યુ હોજસન, સીઈઓ, Element

એલેક્સ લિન્ટન, ડાયરેક્ટર, OPTF/Session

મેરેડિથ વિટ્ટેકર, પ્રમુખ, Signal

માર્ટિન બ્લેટર, સીઈઓ, Threema

ઓફીર ઈયાલ, સીઈઓ, Viber

વિલ કેથકાર્ટ, WhatsApp at Metaના વડા

એલન ડ્યુરિક, સીટીઓ, Wire

17 એપ્રિલ, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ