૫ એપ્રિલ, ૨૦૧૬
WhatsApp હંમેશા તમારી માહિતી અને સંચારને બને તેટલું સુરક્ષિત રાખવાને પ્રાથમિકતા આપી છે. અને આજે, અમને આ જાહેર કરવામાં ગર્વ થાય છે કે અમે એક ટેકનોલોજીકલ વિકાસને પૂર્ણ કર્યું છે, જે તમારા ખાનગી સંચારને સુરક્ષિત રાખવામાં WhatsAppને પહેલું સ્થાન આપે છે: સંપૂર્ણ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ. હવે થી, જયારે તમે અને તમારા સંપર્કો અૅપના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરશો, તો સમૂહ વાતો સહીત, તમારો કરેલો દરેક કૉલ, અને તમારો મોકલેલો દરેક સંદેશ, ફોટો, વિડિઓ, ફાઇલ, અને ધ્વનિ સંદેશ, શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ હશે.
વિચાર સરળ છે: જયારે તમે સંદેશ મોકલો, ત્યારે જે તેને વાંચી શકશે તે એ જ વ્યક્તિ અથવા સમૂહ વાત હશે જેને તમે તે સંદેશ મોકલ્યો હોય. અન્ય કોઈ પણ તે સંદેશ જોઈ શકશે નહીં. ના સાયબર ગુનેગારો. ના હેકરો. ના દમનકારી શાશનો. અરે અમે પણ નહીં. શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ WhatsApp દ્વારા થયેલ સંચારને ગુપ્ત રાખવામાં મદદ કરે છે - જાણે સામસામે કરેલ ચર્ચા.
જો તમને શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ વિષે વધુ જાણવાની ઇચ્છા હોય, તો તમે તેના વિષે અહીં વાંચી શકો છો. પણ તમારે જાણવા જેવું એ છે કે શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ સંદેશાઓ ફક્ત તમે ઇચ્છો તે જ પ્રાપ્તકર્તાઓ દ્વારા વાંચી શકાશે. અને જો તમે WhatsAppના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારે તમારા સંદેશાઓનું ગુપ્તીકરણ કરવા માટે કંઈ પણ કરવાની જરૂર નથી: શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ મૂળભૂત રૂપે અને સદાય ચાલુ રહેશે.
આપણે એક એવી દુનિયામાં રહીયે છીએ જ્યાં આપણી વધારે પડતી માહિતી પેહલા કરતા વધારે ડિજિટલ રૂપમાં છે. દરરોજ આપણે અયોગ્ય રીતે મેળવેલ અથવા ચોરાયેલ સંવેદનશીલ માહિતીના સમાચાર જોઇયે છીયે. અને આ બાબત જો કશું ના કરાયું, તો આવતા વરસોમાં વધારે ને વધારે લોકોની ડિજિટલ જાણકારી અને સંચાર હુમલાપાત્ર રહેશે. સદભાગ્યે, શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ આપણને આવી નબળાઈઓથી બચાવે છે.
નવા ડિજિટલ યુગમાં સરકારો, કંપનીઓ, અને વ્યક્તિઓ પાસે, સલામતી અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, ગુપ્તીકરણ એક સૌથી અગત્યનું સાધન છે. આજકાલ ગુપ્તીકરણયુક્ત સેવાઓ અને કાયદાના અમલીકરણને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં આપણે લોકોને સલામત રાખવા માટે કાયદાના અમલીકરણના કામનું મહત્વ જાણીયે છીએ, ત્યાં જ ગુપ્તીકરણને નબળું કરવાના પ્રયાસો લોકોની માહિતીને સાયબર ગુનેગારો, હેકરો, અને ધૂર્ત રાજ્યો દ્વારા દુરુપયોગ માટે ખતરામાં નાખી દે છે.
તમારી દરેક ક્રિયા માટે મૂળભૂત રૂપે સંપૂર્ણ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ બનાવવા વાળા થોડાક સંચાર પ્લેટફોર્મ્સમાંથી WhatsApp પણ એક હોવા છતાં, અમને આશા છે, કે તે આખરે વ્યક્તિગત સંચારના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરશે.
લોકોના વ્યક્તિગત સંચારને સુરક્ષિત રાખવાની ઈચ્છા જ WhatsAppની મૂળ માન્યતાઓમાંની એક છે, અને મારા માટે, એ વ્યક્તિગત છે. હું સામ્યવાદી શાસનકાળમાં USSRમાં મોટો થયો છું અને મારા કુટુંબનું અમેરિકા સ્થળાંતર કરવા પાછળનું એક કારણ, લોકોનું મુક્ત રીતે વાત કરીના શકવું પણ છે.
આજે એક અજબથી પણ વધારે લોકો પોતાના મિત્રો અને કુટુંબ સાથે સંપર્કમાં રહેવા માટે વિશ્વભરમાં WhatsAppનો ઉપયોગ કરે છે. અને હવે, આમાંથી દરેક વ્યક્તિ WhatsApp પર મુક્ત અને સુરક્ષિત રીતે વાત કરી શકે છે.
યાન અને બ્રાયન