દુનિયાભરમાં WhatsApp 200 કરોડ કરતાં વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે અને પસંદ કરાય છે. ખરું કે અમારું ધ્યાન લોકોને તેઓના મિત્રો અને સ્નેહીજનો સાથે ચેટ કરવા માટેનું એક સરળ, ભરોસાપાત્ર અને અંગત માધ્યમ પૂરું પાડવાનું છે. સાથેસાથે અમે અમારી પ્રોડક્ટ ડિઝાઇનને પણ આગળ ધપાવી રહ્યાં છીએ, જેથી WhatsApp કોઈ પણ વ્યક્તિ માટે ક્યાંયથી પણ કનેક્ટ થવાનું ઉપયોગી માધ્યમ બની રહે.
આજે, અમે અમારી નવી સુવિધાઓ વિશે ખાતરી કરતા ઘણી ઉત્સુકતા અનુભવીએ છીએ, જે આવતા કેટલાંક અઠવાડિયાઓમાં ખુલ્લી મુકાશે:
હલતાં સ્ટિકરો: WhatsApp પર સ્ટિકરોથી વાતચીત કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને દરરોજના કરોડો સ્ટિકરોનો ઉપયોગ થઈ રહ્યો છે. અમે નવા હલતા સ્ટિકરોનું પેક બહાર પાડી રહ્યાં છીએે, જે વધુ મજેદાર અને અર્થસભર છે.
QR કોડ: નવો સંપર્ક ઉમેરવાની રીતને અમે વધુ સહેલી બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં, જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળો, ત્યારે તમે તેઓને તમારા સંપર્કોમાં ઉમેરવા માટે સહેલાઈથી તેઓનો QR કોડ સ્કેન કરી શકશો. તેઓનો નંબર એક પછી એક અંકો દબાવીને ઉમેરવાથી હવે મળશે રાહત.
ગ્રૂપ વીડિયો કૉલમાં સુધારા: 8 સભ્યોનો સમાવેશ કરતા વીડિયો કૉલ સાથે, હવે તમે જેના પર ચાહો તેના પર ફોકસ કરી શકશો. કોઈ સભ્યનો વીડિયો ફૂલ સ્ક્રીન પર જોવા માટે થોડી વાર એમના વીડિયો પર દબાવી રાખો. અમે ગ્રૂપ ચેટમાં 8 કે તેથી ઓછા સભ્યો સાથે વાત કરવા માટે વીડિયો આઇકન ઉમેર્યું છે, જેથી તમે સહેલાઈથી એક વાર દબાવીને ગ્રૂપ વીડિયો કૉલ ચાલુ કરી શકો છો.
KaiOS પર હવે સ્ટેટસ: KaiOS વાપરનારાઓ હવે આ લોકપ્રિય સુવિધાનો આનંદ માણી શકે છે. હવે તેઓ અપડેટ શેર કરી શકશે જે 24 કલાક પછી દેખાશે નહિ.
આ સુવિધાઓ આવતા કેટલાંક અઠવાડિયાઓમાં WhatsAppના સૌથી નવા વર્ઝનમાં ખુલ્લી મુકાશે.