1 ઑક્ટોબર, 2024

WhatsApp પરની વાતચીતો હંમેશાં મનોરંજક અને લાગણીઓની અભિવ્યક્તિ દર્શાવતી હોવી જોઈએ અને આજે, અમે તમારા વીડિયો કૉલને હજીયે વધુ પરોવાયેલા રાખતા બનાવવા માટે ફિલ્ટર અને બેકગ્રાઉન્ડ રજૂ કરી રહ્યાં છીએ. આ નવી ઇફેક્ટ વડે, તમે હવે વધુ પર્સનલ ટચ માટે વીડિયો કૉલ દરમિયાન તમારા બેકગ્રાઉન્ડને બદલી શકો છો અથવા તેમાં ફિલ્ટર ઉમેરી શકો છો.
ફિલ્ટરની રચના તમને વધુ રમતિયાળ માહોલ બનાવવામાં મદદ મળી રહે તે માટે થયેલી છે, પછી ભલેને તે રંગનો છાંટો ઉમેરવાનું હોય કે પછી તમારા વીડિયો માટે વધુ કલાત્મક અનુભૂતિનું નિર્માણ કરવાનું હોય. બેકગ્રાઉન્ડની મદદથી, તમે તમારી આસપાસની જગ્યાને ખાનગી રાખી શકો છો અને વધુ સ્વચ્છ અને સૌમ્ય દેખાવ માટે સ્વયંને કોઝી કૉફી શોપ અથવા આરામદાયક લિવિંગ રૂમમાં ટ્રાન્સપોર્ટ કરી શકો છો.
પસંદ કરવા માટેનાં 10 ફિલ્ટર અને 10 બેકગ્રાઉન્ડની સાથે, તમે અનન્ય દેખાવ બનાવવા માટે વિકલ્પોની વિશાળ રેન્જમાંથી પસંદગી કરી શકો અને મિક્સ કરી શકો છો. ફિલ્ટર વિકલ્પોમાં વોર્મ, કૂલ, બ્લેક એન્ડ વ્હાઇટ, લાઇટ લીક, ડ્રીમી, પ્રિઝમ લાઇટ, ફિશઆઇ, વિન્ટેજ ટીવી, ફ્રોસ્ટેડ ગ્લાસ અને ડ્યુઓ ટોનનો સમાવેશ થાય છે. બેકગ્રાઉન્ડ વિકલ્પોમાં બ્લર, લિવિંગ રૂમ, ઓફિસ, કેફે, પેબલ્સ, ફૂડી, સ્મૂશ, બીચ, સનસેટ, સેલિબ્રેશન અને ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
અમે ટચ અપ અને લો લાઇટના વિકલ્પો પણ ઉમેરી રહ્યા છીએ કે જે તમારા માહોલના દેખાવ અને તેજને કુદરતી રીતે બહેતર બનાવીને તમને વધુ આત્મવિશ્વાસભર્યા અને આરામદાયક હોવાની અનુભૂતિ કરવામાં મદદ કરી શકે છે, જે તમારા વીડિયો કૉલને વધુ વાઇબ્રન્ટ અને માણવા લાયક બનાવે છે.
1:1 કે ગ્રૂપ વીડિયો કૉલ દરમિયાન આને એક્સેસ કરવા માટે, ફિલ્ટર અને બેકગ્રાઉન્ડની પસંદગી જોવા, સ્ક્રીનની સૌથી ઉપર જમણી બાજુમાં રહેલા ઇફેક્ટ આઇકનને પસંદ કરો અને તમારા મૂડને અનુકૂળ હોય તે પસંદ કરો.
આ ઇફેક્ટ આવનારા અઠવાડિયામાં દરેક જણ માટે ઉપલબ્ધ થઈ જશે.