28 જુલાઈ, 2026

તમે તમારા ફોન પર હો, તમારા ડેસ્ક પર હો કે પછી બંને વચ્ચે સ્વિચ કરી રહ્યા હો, WhatsApp પર કૉલિંગ બસ કામ કરે છે, ખાનગી રીતે અને સરળતાથી. આજે, અમે તેને વધુ સરળ બનાવવા માટે નવી સુવિધાઓ લાવી રહ્યા છીએ, પછી ભલેને તમે ગમે ત્યાં હો અથવા તમે ગમે તે ડિવાઇસ પર હો.
વેબ કૉલિંગ: તમે હવે સીધા જ WhatsApp વેબ પરથી એક-બીજાને અને ગ્રૂપમાં એમ બંનેમાં ઓડિયો અને વીડિયો કૉલ કરી શકો અને મેળવી શકો છો. કોઈ ઍપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.
તમે સહિયારા કમ્પ્યુટર પર કોલેજના વિદ્યાર્થી હો, ઍપ ડાઉનલોડ કરવાની પરવાનગી ન આપતા કામકાજના લેપટોપનો ઉપયોગ કરી રહ્યા હો અથવા બસ તમારા બ્રાઉઝરને પસંદ કરતા હો, તમે તમે પહેલાંથી જ જેના પર છો તે બ્રાઉઝરને છોડ્યા વિના કૉલમાં જોડાઈ શકો છો. તમને સ્ક્રીન શેરિંગ, પ્રતિક્રિયાઓ અને તમારી સંપૂર્ણ જૂની કૉલ હિસ્ટરી અને મનગમતાં વ્યક્તિઓ સાથેના સમર્પિત કૉલ ટેબ સહિત તમારા અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ સુવિધાઓની એક્સેસ હશે, આ બધું જ તમારા બ્રાઉઝરથી થશે.
વેબ પરના તમારા કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે — કોઈ સમય મર્યાદાઓ વિના અને કોઈ ખર્ચ વિના. આ, WhatsAppથી તમે અપેક્ષા રાખો છો તે સમાન ખાનગી અનુભવ છે.
કૉલ ટ્રાન્સફર: એક્ટિવ ગ્રૂપ કૉલને હેંગ અપ કર્યા વિના એક ડિવાઇસથી બીજા ડિવાઇસ પર ખસેડો. તે ક્ષણો માટે જ્યારે તમે સફરમાં હો અને તમારા મોબાઇલ ડિવાઇસ અથવા ટેબ્લેટ પર કૉલ શરૂ કરો છો, ત્યારે તમે જ્યારે ઘરે પહોંચો ત્યારે તેને વધુ મોટી સ્ક્રીન પર સહયોગ કરવા માટે WhatsApp વેબ અથવા ડેસ્કટોપ પર અવરોધરહિત રીતે ટ્રાન્સફર કરી શકો છો – અથવા તેનાથી વિપરીત.
વેઇટિંગ રૂમ: જ્યારે તમે તમારા ગ્રૂપ કૉલમાં કોણ અને ક્યારે જોડાય તે અંગે વધુ નિયંત્રણ ઇચ્છતા હો ત્યારે માટે, અમે વેઇટિંગ રૂમ પ્રસ્તુત કર્યું છે. જ્યારે તમે "જોડાવા માટે મંજૂરીની જરૂર છે"ને ચાલુ કરેલી હોય તેવી WhatsApp કૉલની લિંક બનાવો છો, ત્યારે સભ્યો તમે તેમને અંદર જવા દેવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી વેઇટિંગ રૂમમાં દાખલ થશે.
QuickHD: અમે કૉલની શરૂઆતમાં વીડિયોના અનુભવને બહેતર બનાવી રહ્યા છીએ. QuickHDની મદદથી, તમે હવે કૉલની શરૂઆતની થોડીક સેકન્ડમાં જ તરત જ હાઇ-ડેફિનિશન વીડિયોની મજા માણી શકો છો.
નોઇસ સપ્રેશન: અમે તમારી આસપાસના બેકગ્રાઉન્ડ નોઇસને દૂર કરવા માટે નોઇસ સપ્રેશન લોન્ચ કર્યું છે જેથી તમે જેમને કૉલ કરી રહ્યા છો તે વ્યક્તિને તમારો અવાજ સ્પષ્ટપણે આવે – પછી ભલેને તે મોટા અવાજવાળા અથવા વ્યસ્ત માહોલમાં હોય. તેનું સંચાલન તમારા ઇન-કૉલ સેટિંગમાં ગમે ત્યારે કરી શકાય છે.
આ સુવિધાઓ ધીમે-ધીમે રજૂ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં દરેક જણ માટે ઉપલબ્ધ થઈ જશે. અમે આશા રાખીએ છીએ કે તે તમારા માટે WhatsApp કૉલિંગને વાપરવાનું હજી વધુ સરળ બનાવશે.