સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

નવી સુવિધાનો સારાંશ: છૂટી ગયેલા કૉલ સંબંધી મેસેજ, નવાં સ્ટેટસ સ્ટિકર અને વધુ!

અમે ઠીક તહેવારોની રજાઓના સમયે સુવિધાઓનું બીજું બંડલ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ આવૃત્તિ છૂટી ગયેલા કૉલ સંબંધી મેસેજ, મજેદાર સ્ટેટસ સ્ટિકર, બહેતર બનાવેલ Meta AI ઇમેજ જનરેશન અને વધુ સહિત ઉત્સાહજનક નવી અપડેટથી ભરેલી છે - જે એવાં લોકોની સાથે કનેક્ટ થવાનું પહેલાંથી પણ વધુ સરળ બનાવે છે કે જેઓ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય.

કૉલ

છૂટી ગયેલા કૉલ સંબંધી મેસેજ: તહેવારોની રજાઓનો સમય એ પ્રિયજનોના ખબર-અંતર જાણવામાં પસાર થતો વ્યસ્ત સમય હોય છે અને ક્યારેક એવું બની શકે કે તમને તરત જ કોઈના ખબર-અંતર ન જાણવા મળે. જો તેઓ જવાબ ન આપે, તો હવે તમે કૉલના પ્રકારના આધારે, તેમના માટે પછીથી સાંભળવા હેતુ એક ટેપમાં વોઇસ કે વીડિયો નોંધ રેકોર્ડ કરી શકો છો. આ નવો અભિગમ વોઇસમેઇલને ભૂતકાળની વસ્તુ બનાવી દેશે.

વોઇસ ચેટમાં પ્રતિક્રિયાઓ: વોઇસ ચેટ તમને આખા ગ્રૂપને રિંગ કર્યા વિના મેસેજિંગ અને લાઇવ વાત કરવાની વચ્ચે ઝડપથી શિફ્ટ થવામાં મદદ કરે છે. હવે તમે વોઇસ ચેટ દરમિયાન પ્રતિક્રિયા આપી શકો છો, જેથી તમે વાતચીતને વચ્ચેથી રોક્યા વિના ઝડપથી 'ચીયર્સ!' શેર કરી શકો.

ગ્રૂપ કૉલ સ્પીકર સ્પોટલાઇટ: વીડિયો કૉલ પર, સરળતાથી અનુસરવામાં તમારી મદદ કરવા માટે સ્પીકરને ઓટોમેટિક રીતે પ્રાથમિકતા આપવામાં આવે છે.

ચેટ

Meta AI ઇમેજ ક્રિએશન સંબંધી સુધારણાઓ: Meta AIએ WhatsApp પર Midjourney અને Fluxની નવી 'ઇમેજ જનરેશન મોડેલની ક્ષમતાઓ'ને ડિલિવર કરી છે તેથી તમારી ચેટ અથવા સ્ટેટસમાં શેર કરવા માટે વાર્ષિક તહેવારની શુભેચ્છાઓ બનાવતી વખતે મોટી સુધારણાઓ તમારા ધ્યાનમાં આવશે.

Meta AI વડે તમારી ઇમેજને એનિમેટ કરો: હવે તમે ચેટમાં અથવા તમારા સ્ટેટસમાં વધુ મજા અને આનંદોત્સવ ઉમેરવા માટે કોઈ પણ ફોટાને ટૂંકા વીડિયોમાં એનિમેટ કરી શકો છો.

ડેસ્કટોપ પર નવું મીડિયા ટેબ: બધી ચેટમાં રહેલાં તમારા ડોક્યુમેન્ટ, લિંક અને મીડિયા એમ બધું જ એક સંગઠિત જગ્યામાં શોધો – જેથી Mac, Windows તથા વેબ પર ફાઇલો શોધવાનું અને વધુ ઝડપથી વધુ કામ પૂરા કરવાનું વધુ સરળ થઈ રહે.

વધુ ચોખ્ખાં લિંક પ્રિવ્યૂ: અમે લિંક પ્રિવ્યૂના દેખાવને બહેતર બનાવ્યો છે, ચેટમાં ખલેલ પહોંચાડવાનું ટાળવા અને વાતચીતને ચાલતી રાખવા માટે લાંબી URL લિંકને સુવ્યવસ્થિત કરી છે.

અપડેટ

સ્ટેટસ પર નવાં સ્ટિકર: અમે સ્ટેટસ પર સ્વયંને અભિવ્યક્ત કરવા માટેની વધુ રીતો ઉમેરી છે, જેમાં મ્યુઝિક લીરિક્સ, જેના જવાબ અન્ય લોકો આપી શકે તેવા પ્રશ્નો અને જેની સાથે સહભાગિતા કરવા માટે તમે દબાવી શકો તેવાં ઇન્ટરેક્ટિવ સ્ટિકરને ઉમેરવાનો સમાવેશ થાય છે.

ચેનલ પર પ્રશ્નો: અમે ચેનલ પર પ્રશ્નો પણ પ્રસ્તુત કર્યા છે જેથી એડમિન તેમના ઓડિયન્સની સાથે વધુ સારી રીતે સહભાગી થઈ શકે અને રિયલ-ટાઇમમાં જવાબો મેળવી શકે.

ટૂંક સમયમાં જ આવનારી વધુ નવી સુવિધાઓ અને અપડેટ માટે જોડાયેલા રહો!

11 ડિસેમ્બર, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)