12 જૂન, 2025

WhatsApp પર નવી સુવિધાઓ અને અપડેટ લાવવામાં થોડાક મહિના વ્યસ્ત ગયા છે. સમગ્ર ચેટ, કૉલ અને અપડેટ ટેબ પર તમે જેને ચૂકી ગયા હોઈ શકો તેવાં કેટલાંક નવાં ટૂલ, સેટિંગ અને સુવિધાઓનો નવીનતમ સારાંશ અહીં આપ્યો છે.

કુટુંબીજનો અને મિત્રો સાથેની ખાનગી અને એન્ક્રિપ્ટેડ ચેટ માટેની તમારી જગ્યા
એનિમેટેડ ઇમોજી: અમે ઇમોજીને હજીયે વધુ મજેદાર બનાવી છે. હવે જ્યારે તમે ચેટમાં 
એનિમેટેડ સ્ટિકર મેકર: તમારા મનગમતા વીડિયોને હાલતાં-ચાલતાં સ્ટિકરમાં ફેરવીને તમારાં સ્ટિકરને નોંધપાત્ર રીતે બહેતર બનાવો.
અવતાર સોશિયલ સ્ટિકર: વન-ટુ-વન ચેટમાં ઉપલબ્ધ, સોશિયલ સ્ટિકર ફક્ત તે લોકોની સાથે જ શેર કરવા યોગ્ય હોય છે કે જેમની પાસે અવતાર હોય અને તે લોકોની સાથે કે જેમને તમે ડિફોલ્ટ રૂપથી સંપર્ક તરીકે સેવ કર્યો હોય.
ગ્રૂપ બનાવવાનું વધુ સરળ: તરત જ કોઈને ઉમેરવાની જરૂર પડ્યા વિના નવું ગ્રૂપ શરૂ કરો. તેને બસ ગ્રૂપના નામ સાથે શરૂ કરો અને અન્ય લોકોને સીધા જ ઉમેરો અથવા લિંક સાથે તેમને આમંત્રિત કરો.
એકથી વધુ મીડિયાને કેપ્શન આપવું, પ્રતિક્રિયા આપવી અને જવાબ આપવો: હવે જ્યારે તમે એકથી વધુ ફોટા અને વીડિયો એમ બધું જ એકસાથે મોકલો, ત્યારે તમે તે તમામ માટે એક સહિયારું કેપ્શન ઉમેરી શકો છો અને મેસેજ મેળવનારાઓ આખા કલેક્શન માટે તેમજ વ્યક્તિગત વસ્તુઓ માટે પ્રતિક્રિયા અથવા જવાબ આપી શકે છે.

નવા કૉલ કરવા, કૉલની લિંકને શેર કરવા અને તમારા કૉલની હિસ્ટરીનું સંચાલન કરવા, એમ બધું જ એક જગ્યાએ કરવા માટે ખાસ ફાળવેલું ટેબ
નવાં ફિલ્ટર અને ઇફેક્ટ: અમે તમારા માટે વીડિયો કૉલ પર અને ફોટો લેતી વખતે ઉપયોગમાં લેવા માટે 6 નવાં ફિલ્ટર અને 6 મજેદાર ઇફેક્ટ ઉમેરી છે.

આ ટેબ સ્ટેટસ અને ચેનલ માટેનું હોમ છે અને તે તમારી વ્યક્તિગત ચેટથી અલગ છે
ચેનલ પર ફોટાવાળાં મતદાનો: 'ચેનલ પરનાં મતદાનો'ની સુવિધા હવે હજીયે વધુ ઇન્ટરેક્ટિવ અને મજેદાર બની છે. હવે ચેનલના એડમિન દરેક મતદાનના વિકલ્પમાં ફોટા ઉમેરી શકે છે.
ચેનલ અપડેટ પર સ્ટાર મૂકવા: તમે હવે તમને જ્યારે પણ જોઈએ ત્યારે તમારી મનગમતી અપડેટ પર પાછા આવવા માટે તેના પર સ્ટાર મૂકી શકો છો.
સ્ટેટસ પર ગ્રૂપનો ઉલ્લેખ કરવો: અમે ગયા વર્ષે તમારા સ્ટેટસમાં મિત્રો અને કુટુંબીજનોનો ઉલ્લેખ કરવાનું શક્ય બનાવ્યું હતું. હવે, તમે તમારાં ગ્રૂપનો પણ ઉલ્લેખ કરી શકો છો. ગ્રૂપના તમામ સભ્યોને ગ્રૂપ ચેટમાં જણાવવામાં આવશે અને તેઓ તેમના પોતાના સ્ટેટસ પર જે-તે સ્ટેટસને ફરીથી શેર કરી શકશે.
ટૂંક સમયમાં જ આવનારી વધુ નવી સુવિધાઓ અને અપડેટ માટે જોડાયેલા રહો!