કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

નવી સુરક્ષા સુવિધાઓ: એકાઉન્ટ સુરક્ષા, ડિવાઇસની ખાતરી, ઓટોમેટિક સુરક્ષા કોડ

WhatsApp ખાતે, અમારું માનવું છે કે તમારા મેસેજ, રૂબરૂમાં થતી વાતચીત જેટલા જ ખાનગી અને સુરક્ષિત હોવા જોઈએ. તમારા વ્યક્તિગત મેસેજને ડિફોલ્ટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખવા એ તે સુરક્ષાનો પાયો છે અને અમે તમને પ્રાઇવસીના વધારાના સ્તરો તથા તમારા મેસેજ પર વધુ નિયંત્રણ આપવા માટે નવી સુવિધાઓને બનાવવાનું ક્યારેય બંધ કરીશું નહીં.

આમાંથી ઘણું બધું કામ પડદાંની પાછળ થતું હોય છે, જેમાં તમારે કંઈ જ કરવાનું હોતું નથી. આજે, અમે આગામી મહિનાઓમાં અમે ઉમેરીશું તે કેટલીક વધારાની સુરક્ષા સુવિધાઓ વિશે તમને જણાવવા માટે ઉત્સાહિત છીએ.

એકાઉન્ટ સુરક્ષા: જો તમારે તમારા WhatsApp એકાઉન્ટને નવા ડિવાઇસ પર સ્વિચ કરવાની જરૂર હોય તો – અમે બે વારની ખાતરી કરવા માંગીએ છીએ કે તેમ કરનારા ખરેખર તમે જ છો. હવેથી, અમે વધારાની સુરક્ષા તપાસ તરીકે તમને તમારા જૂના ડિવાઇસ પર એ વાતની ખાતરી કરવા માટે કહી શકીએ છીએ કે તમે આ પગલું લેવા માંગો છો. આ સુવિધાથી તમને બીજા ડિવાઇસ પર તમારા એકાઉન્ટને ખસેડવાના અનધિકૃત પ્રયત્ન અંગે એલર્ટ થવામાં મદદ મળી શકે છે.

ડિવાઇસની ખાતરી: મોબાઇલ ડિવાઇસનો માલવેર એ આજે લોકોની પ્રાઇવસી અને સુરક્ષા પ્રત્યે રહેલું સૌથી મોટું જોખમ છે, કારણ કે તે તમારી પરવાનગી વગર તમારા ફોનનો ફાયદો લઈ શકે છે અને અનિચ્છિત મેસેજ મોકલવા માટે તમારા WhatsAppનો ઉપયોગ કરી શકે છે. આને અટકાવવામાં મદદ મળી રહે તે માટે, અમે - તમારા તરફથી કોઈ એક્શન લેવાની જરૂર પડ્યા વિના - તમારા એકાઉન્ટને પ્રમાણિત કરવામાં મદદ માટે તથા જો તમારા ડિવાઇસ સાથે ચેડાં કરવામાં આવે તો તમારું વધુ સારી રીતે રક્ષણ કરવા માટે તપાસ ઉમેરી છે. આ, તમને અવિરતપણે WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા દે છે. ટેક્ અંગે અહીં વધુ ગહનપણે જાણો.

ઓટોમેટિક સુરક્ષા કોડ: સુરક્ષાની બાબતમાં સૌથી વધુ સચેત એવા અમારા વાપરનારાઓ હંમેશાં અમારી સુરક્ષા કોડવાળી ખાતરીની સુવિધાનો ફાયદો લેવામાં સમર્થ રહ્યા છે, જે તમે ઇચ્છિત પ્રાપ્તકર્તા સાથે ચેટ કરી રહ્યા હોવાનું સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. તમે સંપર્કની માહિતી હેઠળ રહેલા એન્ક્રિપ્શન ટેબ પર જઈને આને મેન્યુઅલી તપાસી શકો છો. દરેક જણ માટે આ પ્રક્રિયાને વધુ સરળ અને વધુ ઍક્સેસિબલ બનાવવા માટે, અમે “ચાવીરૂપ પારદર્શિતા” કહેવાતી પ્રક્રિયા પર આધારિત સુરક્ષા સુવિધા રજૂ કરી રહ્યા છીએ, જે તમને આપમેળે ખાતરી કરવા દે છે કે તમે સુરક્ષિત કનેક્શન ધરાવો છો. તમારા માટે તેનો અર્થ એ થાય કે જ્યારે તમે એન્ક્રિપ્શન ટેબ પર ક્લિક કરશો, ત્યારે તમે તરત જ એ વાતની ખાતરી કરી શકશો કે તમારી વ્યક્તિગત વાતચીત સુરક્ષિત છે. એ લોકો માટે કે જેમને ટેક્ અંગે વધુ ગહનપણે જાણવામાં રુચિ છે, અહીં ક્લિક કરો.

આ વધારાની ત્રણ રીત છે કે જેના દ્વારા અમે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવામાં મદદ કરી રહ્યા છીએ. જોકે, એવી અનેક બાબતો છે કે જે અમે દરેક જણ માટે સુરક્ષાને સરળ બનાવવા માટે કરી શકીએ છીએ, તેમ છતાં એવી બે સુવિધા છે કે જેને માત્ર તમે જ ચાલુ કરી શકો છો: બે વાર ખાતરી અને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપનો ઉપયોગ કરવો. જો તમે પહેલાંથી જ બંનેનો ઉપયોગ કરી રહ્યા હો, તો કૃપા કરીને તમારા મિત્રોને તે વિશે જણાવો, જેથી વધુ લોકોને પણ સુરક્ષાના આ સ્તરોથી લાભ મળી શકે.

અમે આશા રાખીએ છીએ કે લોકો આ સુવિધાઓ દ્વારા ઓફર કરવામાં આવતી વધારેલી સુરક્ષાનો આનંદ લે અને અમે ટૂંક સમયમાં વધુ અપડેટને જાહેર કરવાની આતુરતાથી રાહ જોઈએ છીએ.


13 એપ્રિલ, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ