કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોજોડાયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
ડાઉનલોડ કરો
સેવાની શરતો2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • જોડાયેલા રહો

      વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચો.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
WhatsApp વેબડાઉનલોડ કરો
WhatsApp બ્લોગ

પ્રતિક્રિયાઓ, 2GB ફાઇલ શેરિંગ, 512 ગ્રૂપ

સ્કીન ટોન સિલેક્ટર સહિતના સંપૂર્ણ ઇમોજી કીબોર્ડ સાથે WhatsApp પર પ્રતિક્રિયાઓ વધુ બહેતર બની રહી છે. અમે વાપરનાર માટે તેમના પરિવારજનો અને મિત્રો સાથે ચેટ કરતી વખતે પોતાને વ્યક્તિ કરવાની નવી રીતો રજૂ કરવા બદલ ઉત્સાહિત છીએ.

અમે અમારા વિઝન અંગે ગયા મહિને ઘોષણા કરી હતી તે મુજબ, હવે અમે સંસ્થાઓ, બિઝનેસ અને અન્ય નજીકથી વણાયેલા ગ્રૂપ WhatsApp પર સુરક્ષિત રીતે વાતચીત અને કામકાજ કરી શકે તે માટે WhatsApp પર કોમ્યુનિટીનું નિર્માણ કરી રહ્યાં છીએ. અમને અત્યાર સુધી જે પ્રતિસાદ મળ્યો છે તે સકારાત્મક છે અને નવી-નવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા માટે અમે તત્પર છીએ.

અમને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હવે ઍપના નવીનતમ વર્ઝનમાં ઇમોજી પ્રતિક્રિયાઓ ઉપલબ્ધ છે. પ્રતિક્રિયાઓ મજેદાર અને ત્વરિત હોય છે તેમજ તે ગ્રૂપમાં વધારાનું ભારણ પણ ઓછું કરે છે. અમે ભવિષ્યમાં અભિવ્યક્તિઓની વધુ વ્યાપક શ્રેણી ઉમેરીને તેને બહેતર બનાવવાનું ચાલુ રાખીશું.

વધુમાં, તમે હવે WhatsAppમાં એક સમયે 2GB સુધીની ફાઇલ મોકલી શકો છો, જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે. આ અગાઉની મર્યાદામાં વધારો છે જે 100MB જ હતી, અને અમને લાગે છે કે આ સુવિધા નાના બિઝનેસ અને શાળાના ગ્રૂપ વચ્ચે સહયોગ માટે મદદરૂપ બની રહેશે. અમે મોટી ફાઇલ માટે WiFiનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ અને અમે તમને અપલોડ અથવા ડાઉનલોડ કરતી વખતે એક કાઉન્ટર પ્રદર્શિત કરીશું જે તમને તમારા ટ્રાન્સફરમાં કેટલો સમય લાગશે તે દર્શાવશે.

અમને સતત પ્રાપ્ત થયેલી મુખ્ય વિનંતીઓમાંની એક વિનંતી એ હતી કે ચેટમાં વધુ લોકોને ઉમેરી શકવાનો વિકલ્પ હોય, તેથી હવે અમે ગ્રૂપમાં 512 જેટલા લોકોને ઉમેરવાની ક્ષમતાને ધીમે-ધીમે બહાર પાડી રહ્યાં છીએ. ખાનગી, સલામત અને સુરક્ષિત કોમ્યુનિટીનું નિર્માણ કરવું પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે અને અમને લાગે છે કે આ શ્રેણીબદ્ધ સુધારાઓ લોકોને અને ગ્રૂપને એકબીજાની નજીક રહેવામાં મદદ કરશે.

અમે આશા રાખીએ છીએ કે લોકો આ અપડેટનો આનંદ માણશે અને અમે આખા વર્ષ દરમિયાન વધુ શેર કરવા માટે આતુર છીએ.

છેલ્લું અપડેટ: 11 જુલાઈ, 2022

5 મે, 2022

ટ્વિટ કરોશેર કરો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગોડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસ્ટોરીબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીઓબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsapp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રકોરોના વાઇરસ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

સેવાની શરતો