17 ઑક્ટોબર, 2017
આજે, અમે નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છીએ કે જે તમને કુટુંબીજનો અથવા મિત્રો સાથે તમારા લોકેશનને રિયલ-ટાઇમમાં શેર કરવાની પરવાનગી આપે છે. તમે મિત્રોને મળી રહ્યા હો, તમે સલામત હોવાનું પ્રિયજનોને જણાવી રહ્યા હો કે પછી તમારા કામકાજ માટે કરાતી અવરજવરની માહિતીને શેર કરી રહ્યા હો, 'લાઇવ લોકેશન' એ તમે ક્યાં છો તે લોકોને જણાવવાની સરળ અને સુરક્ષિત રીત છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત આ સુવિધા તમને તમે કોની સાથે શેર કરો અને કેટલા સમય સુધી શેર કરો તે નિયંત્રિત કરવા દે છે. તમે કોઈ પણ સમયે શેર કરવાનું બંધ કરવાનું અથવા 'લાઇવ લોકેશન'ના ટાઇમરનો સમય બસ સમાપ્ત થવા દેવાનું પસંદ કરી શકો છો.
તે કેવી રીતે કામ કરે છે તે અહીં આપ્યું છે. તમે જેમની સાથે શેર કરવા માંગતા હો તે વ્યક્તિ અથવા ગ્રૂપ સાથેની ચેટ ખોલો. "જોડો" બટનમાં "લોકેશન" હેઠળ, "લાઇવ લોકેશન શેર કરો"નો એક નવો વિકલ્પ રહેલો છે. તમે કેટલા સમય સુધી શેર કરવા માંગો છો તે પસંદ કરો અને 'મોકલો'ને દબાવો. ચેટમાં રહેલી દરેક વ્યક્તિ નકશા પરના તમારા રિયલ-ટાઇમ લોકેશનને જોઈ શકશે. અને જો ગ્રૂપમાં એકથી વધુ વ્યક્તિ તેમનાં લાઇવ લોકેશનને શેર કરે છે, તો તમામ લોકેશન એક જ નકશા પર દેખાશે.
લાઇવ લોકેશનની સુવિધા Android અને iPhone એમ બંને પર ઉપલબ્ધ છે અને આવનારા અઠવાડિયાઓમાં તે ઍપમાં ઉપલબ્ધ કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે તમને તે પસંદ પડશે.