21 એપ્રિલ, 2020
WhatsApp પર દરરોજ લખો સ્ટિકરો મોકલાય છે. આમ WhatsApp એ લોકો માટે એક પણ શબ્દ લખ્યા વગર પોતાના અંગત વિચારોની અભિવ્યક્તિનું એક સુંદર માધ્યમ બન્યું છે. અમે 18 મહિના પહેલાં સ્ટિકર બહાર પાડ્યાં ત્યારથી તે WhatsApp પર લોકોમાં વાતચીત કરવાનાં માધ્યમોમાંથી સૌથી ઝડપથી વિકસતું માધ્યમ બની ગયું છે.
અમે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને કામ કરીને “Together at Home” સ્ટિકર પેક લોન્ચ કરતા આનંદ અનુભવીએ છીએ. આનાથી કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી દરમિયાન અને તેના સિવાય પણ લોકોને જોડાવામાં મદદ મળશે. આવાં સ્ટિકરો રમૂજી, શૈક્ષણિક અને સર્વસામાન્ય, ભાષા, ઉંમર અને બીજાં બંધનોને તોડનારા હોઈ શકે છે.
અમે આશા રાખીએ કે લોકોને આ સ્ટિકરો વાપરવાની મજા આવે અને તેનાથી તેઓ પોતાના પ્રિયજનો, ખાસ કરીને જે લોકો એકલતાનો અનુભવ કરી રહ્યા હોય અને ડરતા હોય તેમની ખબરઅંતર પૂછી શકે. આ પેકમાં સર્જનાત્મક રીતે લોકોને હાથ ધોવા માટે, એકબીજાથી અંતર જાળવવા માટે, વ્યાયામ કરવા માટે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા આપણા વિરલાઓ અને વ્યક્તિગત વિરલાઓના ગુણગાન ગાવાં તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.
“Together at Home” સ્ટિકર પેક હવે WhatsAppની અંદર જ આ 9 ભાષાઓમાં અનુવાદ સાથે ઉપલબ્ધ છે - અરેબિક, ફ્રેન્ચ, જર્મન, ઇન્ડોનેસિયન, ઇટાલિયન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ અને ટર્કિશ.