25 સપ્ટેમ્બર, 2024

અમને WhatsApp પર Meta AI લાવ્યાને એક વર્ષ થઈ ગયું છે અને અમને જેઓ આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે તે લોકો પાસેથી ખરેખર સકારાત્મક પ્રતિસાદ સાંભળવા મળવાનું ચાલુ જ છે. આજે Meta Connect ખાતે, અમે અપડેટના એક નવા સેટની ઘોષણા કરી કે જે તમારા વોઇસ વડે Meta AIની સાથે રિયલ-ટાઇમમાં વાત કરવાનું અથવા ફેરફાર કરવા માટે તેને ફોટા મોકલવાનું શક્ય બનાવે છે. આ અપડેટ વધુ લોકો માટે તેમના આઇડિયાને એક્સ્પ્લોર કરવા, તેમની ચેટને બહેતર બનાવવાં અને નવી વસ્તુઓને અજમાવી જોવાનું વધુ સરળ બનાવશે.



અમે અમારા બિઝનેસ AIને પણ વિસ્તારિત કરી રહ્યા છીએ, જેથી બિઝનેસની સાથે વાત કરવા પર વધુ લોકોને વધુ ઝડપથી સેવા મળશે. અમે WhatsApp Business ઍપનો ઉપયોગ કરી રહેલા હજારો બિઝનેસની સાથે શરૂ કરી રહ્યા છીએ અને આવનારા વર્ષમાં આ સેવાઓને વિસ્તારિત કરવા અંગે જોઈશું. તમે અહીં વધુ જાણી શકો છો.
Meta AIનું ઝડપથી આગળ વધવાનું ચાલુ જ છે અને અમે વિશ્વભરનાં લોકો માટે નવી સુવિધાઓ લાવવાની આતુરતાથી રાહ જોઈએ છીએ. કૃપા કરીને અમારી સાથે તમારા પ્રતિસાદને શેર કરવાનું અને તમે Meta AIનો જે રુચિપ્રદ રીતે ઉપયોગ કરી રહ્યા છો તે શેર કરવા માટે Threads પર અમને ટેગ કરવાનું ચાલુ રાખો.