14 ઑગસ્ટ, 2025

આજે, અમે WhatsApp પર નવી સુવિધાઓની ઘોષણા કરી રહ્યા છીએ કે જે ગ્રૂપ કૉલને પ્લાન કરવાનું વધુ સરળ અને વધુ ઇન્ટરેક્ટિવ બનાવે છે.
તમે આખા કુટુંબના ખબર-અંતર જાણવાને કોઓર્ડિનેટ કરી રહ્યા હો કે પછી સહકાર્યકરો સાથે મીટિંગને શેડ્યૂલ કરી રહ્યા હો, ક્યારેક તમારે અગાઉથી પ્લાન કરવાની જરૂર પડે છે. હવે તમે તમારા કૉલ ટેબમાં + બટન > 'કૉલ શેડ્યૂલ કરો' પર દબાવીને કૉલ શેડ્યૂલ કરી શકો છો અથવા લોકો અથવા ગ્રૂપને અગાઉથી જોડાવા માટે આમંત્રણ આપી શકો છો.
તમે તમારા વ્યક્તિગત કેલેન્ડરમાં ઉમેરવા અથવા અન્ય લોકો સાથે શેર કરવા માટેની કૉલ લિંક અને હાજરી આપનારાઓના લિસ્ટની પડખે, 'કૉલ' ટેબમાં તમારા બધા આગામી કૉલને જોઈ શકો અને તેનું સંચાલન કરી શકો છો. મદદરૂપ વાત એ છે કે જ્યારે કૉલ શરૂ થવાનો હોય ત્યારે બધા સભ્યોને નોટિફિકેશન મળશે.
અમે વાપરનારાઓ માટે ગ્રૂપ કૉલ પર સ્વયંને અભિવ્યક્ત કરવાની નવી રીતો પણ પ્રસ્તુત કરી છે. હવે તમે બોલવા માંગો છો એમ સૂચવવા માટે તમે તમારો હાથ ઊંચો કરી શકો છો અથવા વિક્ષેપ પાડ્યા વિના ભાગ લેવા માટે પ્રતિક્રિયા મોકલી શકો છો.
કૉલની લિંકને પણ હમણાં જ અપગ્રેડ કરવામાં આવી છે. હવે, કૉલની લિંકના ક્રિએટર તરીકે, જ્યારે કોઈ જોડાશે ત્યારે તમને નોટિફિકેશન મળશે.
હંમેશની જેમ, WhatsApp પર તમારા વ્યક્તિગત કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
અમે આશા રાખીએ છીએ કે આ સુવિધાઓ કૉલને હજીએ વધુ મજેદાર અને પ્રોડક્ટિવ બનાવવામાં મદદ કરશે. આ અંગે તમે શું વિચારો છો તે સાંભળવાની અમે આતુરતાથી રાહ જોઈએ છીએ.