31 ઑક્ટોબર, 2019
આ વર્ષની શરૂઆતમાં, અમે WhatsApp વપરાશકર્તાઓને સુરક્ષાનું વધારાનું સ્તર પૂરું પાડવા માટે iPhone માટે ટચ આઇડી અને ફેસ આઇડીની સુવિધા રજૂ કરી હતી. આજે, અમે તેના જેવી ખાતરીની સુવિધા પ્રસ્તુત કરી રહ્યા છીએ, જે તમને સપોર્ટેડ Android ફોન પર તમારી ફિંગરપ્રિન્ટથી ઍપને અનલૉક કરવાની પરવાનગી આપે છે. તેને ચાલુ કરવા માટે, સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > ફિંગરપ્રિન્ટ લૉકને દબાવો. ફિંગરપ્રિન્ટથી અનલૉક કરોને ચાલુ કરો અને તમારી ફિંગરપ્રિન્ટને કન્ફર્મ કરો.