30 માર્ચ, 2022
જ્યારે અમે 2013માં સૌપ્રથમ વૉઇસ મેસેજિંગ શરૂ કર્યું ત્યારે અમે જાણતા હતાં કે લોકોની વાતચીત કરવાની રીતમાં તે પરિવર્તન લાવશે. ડિઝાઇનને સરળ રાખીને, અમે વૉઇસ મેસેજ મોકલવાનું અને રેકોર્ડ કરવાનું મેસેજ લખવા જેટલું જ ઝડપી અને સહેલું બનાવ્યું છે. WhatsApp પર અમારા વાપરનારા દરરોજ સરેરાશ 700 કરોડ વૉઇસ મેસેજ મોકલે છે, જે તમામ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે જેથી વૉઇસ મેસેજને દરેક સમયે ખાનગી અને સુરક્ષિત રાખી શકાય.
WhatsApp પર વૉઇસ મેસેજને બહેતર બનાવતી આ નવી સુવિધાઓની જાહેરાત કરતા આજે અમે આનંદ અનુભવીએ છીએ. આમાં શામેલ છે:
વૉઇસ મેસેજે લોકો માટે વધુ અર્થસભર વાતચીત કરવાનું હવે ઝડપી અને સરળ બનાવી દીધું છે. લાગણીઓ કે રોમાંચ વ્યક્ત કરવા માટે લખવાને બદલે બોલીને કહેવું વધુ સ્વાભાવિક બની રહે. વિશ્વના અનેક દેશોમાં WhatsApp પર વાતચીત કરવા માટે વૉઇસ મેસેજને આગવી પસંદગી મળે છે. તે કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં સરળ છે - તમારા પરિવારના સભ્યો માટે કે જેઓને ટાઇપ કરવાનું ફાવતું ન હોય, તમારા મિત્રો માટે કે જેમને વાર્તાઓ કહેવી ખૂબ ગમતી હોય, તમારા સાથીઓ માટે જેમને પ્રેરક શબ્દોની જરૂર હોય, અથવા જ્યારે તમે આખા દિવસના અંતે તમારા માતા-પિતાનો અવાજ સાંભળવા ઇચ્છતા હો.
આ નવી સુવિધાઓ જ્યારે થોડા સપ્તાહમાં આવી રહી છે ત્યારે, વાપરનારા તેમનો ઉપયોગ કરી જુએ તે માટે અમે ઉત્સાહિત છીએ.