કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

ડિફોલ્ટ રીતે ગાયબ થતા મેસેજ અને બહુવિધ સમયગાળા સાથે વધુ નિયંત્રણ અને પ્રાઇવસી

વિશ્વને અંગત રીતે પરસ્પર જોડવું એ અમારું મિશન છે. આપણી વધુને વધુ વાતો હવે રૂબરૂને બદલે ડિજિટલ સ્વરૂપે થવા લાગી છે. આમ છતાં, સામસામે બેસી, અન્યોન્ય વિશ્વાસ સાથે વિચારોની આપ-લે કરવામાં, સંવાદની એ પળે પરસ્પર જોડાયેલા હોવાનો અહેસાસ થવામાં કંઈક અનેરો જ જાદુ હોવાની હકીકત તો સ્વીકારવી જ રહી. પ્રામાણિક અને સંવેદનશીલ રહેવાની સ્વતંત્રતા, એ જાણીને કે વાતચીતને હંમેશની માટે ક્યાંય રેકોર્ડ અને સ્ટોર કરવામાં આવી રહી નથી.

મેસેજ કેટલા સમય સુધી રાખવો તેનો નિર્ણય તમારા હાથમાં હોવો જોઈએ. આપણે જે કંઈ ટાઇપ કરીએ તેની ડિજિટલ છાપ છૂટતી હોવા વિશે કોઈ જ વિચાર ન કરવાની આપણને જાણે આદત પડી ગઈ છે. આપણે કહેલી બધી જ વાતને આપણો પડછાયો બની ટપકાવી લેનાર અને તેને હંમેશ માટે જાળવી રાખનાર આપણા વ્યક્તિગત સહાયક જેવું આ લાગે છે. તેથી જ અમે ગયા વર્ષે ગાયબ થતા મેસેજની સુવિધા રજૂ કરી હતી અને તે જ રીતે હાલમાં અમે ફોટા અને વીડિયોને એકવાર જોઈ લીધા પછી તરત જ ગાયબ કરવાની સુવિધા રજૂ કરી છે.

આજે અમે અમારા વાપરનારને ડિફોલ્ટ રીતે ગાયબ થતા મેસેજ અને બહુવિધ સમયગાળાની સુવિધા સાથે તેમના મેસેજનું નિયંત્રણ કરવાના અને મેસેજ જાળવી રાખવાના વિવિધ સમયગાળાના વધુ વિકલ્પો પૂરા પાડવામાં આનંદ અનુભવીએ છીએ.

હવે WhatsApp વાપરનાર પાસે બધી નવી ચેટ માટે ડિફોલ્ટ રીતે મેસેજને ગાયબ કરવાનું ચાલુ કરવાનો વિકલ્પ હશે. જ્યારે તે ચાલુ કરાય, ત્યારે તમે અથવા અન્ય વ્યક્તિએ શરૂ કરેલી બધી નવી વ્યક્તિગત ચેટ તમે પસંદ કરેલા સમયગાળામાં ગાયબ થઈ જશે. વળી, અમે ઉમેરેલા એક નવા વિકલ્પ અનુસાર, તમે બનાવેલા ગ્રૂપ માટે, ગ્રૂપ ચેટ બનાવતી વખતે તમે આ સુવિધા ચાલુ કરી શકશો. આ નવી સુવિધા વૈકલ્પિક છે અને તે તમારી હાલની કોઈ ચેટમાં ફેરફાર કરતી નથી કે તેને ડિલીટ કરતી નથી.

અમે મેસેજ ગાયબ થવાના બે નવા સમયગાળા ઉમેરી રહ્યાં છીએ: 24 કલાક અને 90 દિવસ, તે ઉપરાંત 7 દિવસનો હાલનો વિકલ્પ તો ઉપલબ્ધ રહેશે જ.

જેમણે ડિફોલ્ટ રીતે મેસેજ ગાયબ થવા પર સ્વિચ થવાનું પસંદ કર્યું હોય તેવા લોકો માટે અમે તમારી ચેટમાં એક મેસેજ બતાવીશું જે લોકોને જણાવશે કે તમે આના માટે ડિફોલ્ટ રીત પસંદ કરી છે. જે સ્પષ્ટ કરે છે કે તેને વ્યક્તિગત રીતે કોઈ લેવાદેવા નથી - આગળ જતાં WhatsApp પર તમે બધા સાથે કેવી રીતે વાતચીત કરવા માંગો છો તે વિશે તમે એક પસંદગી કરી છે. તેમ છતાં, જો તમને કોઈ ખાસ વાતચીતને હંમેશને માટે રાખવાની જરૂર જણાય, તો તે ચેટ માટે અગાઉનો વિકલ્પ કરવો સરળ છે.

વર્ષો સુધી કુટુંબ અને મિત્રોથી અલગ રહેવાની બાબતે હવે એ વધુ સ્પષ્ટ કરી દીધું છે કે આપણે રૂબરૂમાં વાત ન કરી શકીએ તેનો અર્થ એમ નથી કે આપણે આપણી અંગત વાતચીતની પ્રાઇવસીનો ભોગ આપી દેવો જોઇએ. ગાયબ થતા મેસેજ તેમજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન - આ બંને એવી અતિ મહત્ત્વની સુવિધાઓ છે જેના થકી સાંપ્રત સમયમાં ખાનગી મેસેજિંગ સેવાનો ખરો અર્થ વ્યક્ત થાય છે. રૂબરૂમાં થતા અંગત સંવાદનો અહેસાસ કરાવવાની દિશામાં આ સુવિધાઓ આપણને એક ડગલું આગળ લઈ જાય છે.

શરૂ કરવા માટે, તમારાં પ્રાઇવસી સેટિંગમાં જાઓ અને 'ડિફોલ્ટ મેસેજ ટાઇમર' પસંદ કરો. તમે અહીં વધુ જાણી શકો છો.

6 ડિસેમ્બર, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ