સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર વધુ ચેનલ અને બિઝનેસને શોધવામાં તમારી મદદ કરવી

આજે અમે ચેનલ અને સ્ટેટસ એમ બંનેના હોમ એવા અમારા અપડેટ ટેબ માટે કેટલીક નવી સુવિધાઓ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. અમે છેલ્લા બે વર્ષથી આ ટેબને તમારા માટે WhatsApp પર કંઈક નવું શોધવા માટેની જગ્યા બનાવવા માટે કામ કર્યું છે અને હવે તેનો ઉપયોગ એક દિવસમાં 150 કરોડ લોકો દ્વારા કરવામાં આવે છે. અમને ઉત્સાહથી પ્રોત્સાહન મળ્યું છે અને અમે WhatsApp પર એડમિન, સંસ્થાઓ અને બિઝનેસને વૃદ્ધિ કરવામાં પણ મદદ કરવા માંગીએ છીએ.

અમે આ ત્રણ રીતે કરવાના છીએ:

  • ચેનલનાં સબ્સ્ક્રિપ્શન: તમે માસિક ફીમાં એક્સક્લૂસિવ અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરીને તમારી મનગમતી ચેનલને સપોર્ટ કરી શકશો.
  • પ્રચારિત ચેનલ: જ્યારે તમે ડિરેક્ટરી જોઈ રહ્યા હોવ ત્યારે અમે એવી નવી ચેનલને શોધવામાં તમારી મદદ કરીશું કે જે તમારા માટે રુચિપ્રદ હોઈ શકે. પહેલ-વહેલી વાર, એડમિન પાસે તેમની ચેનલની દૃશ્યતાને વધારવાની રીત છે.
  • સ્ટેટસમાં જાહેરાતો: તમે નવો બિઝનેસ શોધી શકશો અને સ્ટેટસમાં તેઓ જે પ્રોડક્ટ અથવા સેવાનો પ્રચાર કરી રહ્યા હોય તેના વિશે તેમની સાથે સરળતાથી વાતચીત શરૂ કરી શકશો.

આ નવી સુવિધાઓ તમારી વ્યક્તિગત ચેટથી દૂર, ફક્ત અપડેટ ટેબ પર જ દેખાશે. આનો અર્થ એ થયો કે જો તમે ફક્ત મિત્રો અને પ્રિયજનો સાથે ચેટ કરવા માટે જ WhatsAppનો ઉપયોગ કરો છો, તો તમારા અનુભવમાં બિલકુલ ફેરફાર નથી.

પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી જાહેરાતો

WhatsApp ખાતે અમે જે પણ કરીએ છીએ તે બધી વસ્તુની જેમ, અમે આ સુવિધાઓને શક્ય તેટલી સૌથી વધુ ખાનગી રીતે બનાવી છે. તમારા વ્યક્તિગત મેસેજ, કૉલ અને સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત થયેલા રહે છે, એટલે કે કોઈ પણ તેમને જોઈ કે સાંભળી શકતા નથી (અમે પણ નહિ).

તમારા માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે તેવા સ્ટેટસ અથવા ચેનલમાં જાહેરાતો બતાવવા માટે, અમે તમારા દેશ અથવા શહેર, ભાષા, તમે જેને ફોલો કરી રહ્યા છો તે ચેનલ અને તમને દેખાય છે તે જાહેરાતો સાથે તમે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો તેના જેવી મર્યાદિત માહિતીનો ઉપયોગ કરીશું. જેમણે એકાઉન્ટ સેન્ટરમાં WhatsAppને ઉમેરવાનું પસંદ કર્યું છે તે લોકો માટે, અમે તમારી જાહેરાતની પસંદગીઓ અને તમારાં બધાં Meta એકાઉન્ટ પરની માહિતીનો પણ ઉપયોગ કરીશું.

અમે ક્યારેય પણ જાહેરાત આપનારાઓને તમારો ફોન નંબર વેચીશું નહિ અથવા તેમની સાથે તે શેર કરીશું નહિ. તમારા વ્યક્તિગત મેસેજ, કૉલ અને તમે જેમાં છો તે ગ્રૂપનો ઉપયોગ તમને દેખાઈ શકે તેવી જાહેરાતોને નિર્ધારિત કરવા માટે થશે નહિ.

તમારી વ્યક્તિગત ચેટમાં વિક્ષેપ ન પાડે તેવો બિઝનેસ બનાવવા માટેના અમારા પ્લાન વિશે અમે વર્ષોથી વાત કરી રહ્યા છીએ અને અમે માનીએ છીએ કે અપડેટ ટેબ એ આ નવી સુવિધાઓ કામ કરે તેના માટેની એક યોગ્ય જગ્યા છે. શરૂઆત કરવા માંગતા બિઝનેસ અને ચેનલ એડમિન માટે, તેમ કેવી રીતે કરવું તે વિશે વધુ માહિતી અહીં છે.

16 જૂન, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)