સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

તમારા WhatsApp યુઝરનેમને રિઝર્વ કરવાનો સમય થઈ ગયો છે

જ્યારે કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં આવે – ક્લાસમેટ, પાડોશી, એવી કોઈ વ્યક્તિ જેને તમે કોઈ ઇવેન્ટમાં મળો છો – ત્યારે ફોન નંબર શેર કરવું એ એક મોટું પગલું હોઈ શકે છે. તે એટલા માટે કે ફોન નંબર એ વ્યક્તિગત હોય છે અને તે તમારા જીવનના ઘણા ભાગો સાથે જોડાયેલો હોય છે. ક્યારેક તમે બસ તમારા અંક આપ્યા વિના જ ચેટ કરવા માગો છો.

આ વાત ગ્રૂપ વાતચીત માટે પણ સાચી છે. તમે સૉકર ટીમ માટેની માતા-પિતાની ચેટમાં જોડાવા માંગો છો પરંતુ તમે ક્યારેય જેમને મળ્યા ન હો તેવાં લોકોને તમારો ફોન નંબર આપવા માટે તૈયાર નથી.

એટલા માટે જ અમે WhatsApp માટે યુઝરનેમ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ અઠવાડિયાથી શરૂ કરીને, જ્યારે અમે આ સુવિધાને લોન્ચ કરીશું ત્યારે આ વર્ષના ઉત્તરાર્ધમાં ઉપયોગમાં લેવા માટે તમે યુઝરનેમને રિઝર્વ કરી શકો છો. WhatsApp પર ત્રણ અબજથી વધુ લોકો હોવાથી ઘણાં બધાં નામ ઓવરલેપ થાય છે, એટલા માટે જ અમે રિઝર્વેશનને વહેલા ખોલી રહ્યા છીએ, જેથી દરેક જણને તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તે યુઝરનેમ પસંદ કરવાની તક મળે.

મોટાભાગનાં લોકો માટે, WhatsApp યુઝરનેમ પસંદ કરવું એ એવું કંઈક અનન્ય હોવું જોઈએ કે જે ફક્ત તે લોકોને જ ખબર હોય કે જેમનો તમે સંપર્ક કરવા માંગો છો. જો તમને એક પસંદ કરવામાં મદદની જરૂર હોય, તો અમારી પાસે એક યુઝરનેમ જનરેટર છે જે બસ તમારા માટે જ કામ કરશે.

અમે એ પણ જાણીએ છીએ કે કેટલાંક લોકો જેમ કે ક્રિએટર, નાના બિઝનેસ અને સંસ્થાઓ ઓનલાઇન સતત ઉપસ્થિતિ જાળવી રાખવા માંગી શકે છે. તેમના માટે, અમે WhatsApp પર તેમના હાજર Instagram અથવા Facebook યુઝરનેમનો દાવો કરવાનો વિકલ્પ રિઝર્વ કર્યો છે.

યુઝરનેમ એ WhatsAppને હજીયે વધુ ખાનગી બનાવવા માટેનું અમારું નવીનતમ પગલું છે. બ્રાઉઝ કરવા માટે કોઈ ડિરેક્ટરી નથી અને કોઈ સૂચનો નથી – લોકોએ તમારો સંપર્ક કરવા માટે પહેલવહેલી વાર તમારું ચોક્કસ યુઝરનેમ જાણવાની જરૂર પડશે. તમારા યુઝરનેમ વડે WhatsApp પર તમારો કોણ સંપર્ક કરી શકે તેને નિયંત્રિત કરવામાં મદદ માટે, અમે વૈકલ્પિક યુઝરનેમ કી બનાવી છે કે જેને અન્ય લોકોએ તમને મેસેજ મોકલવા માટે જાણવાની જરૂર પડશે.

એકવાર અમે યુઝરનેમ લોન્ચ કરીએ, તે પછી જ્યારે તમે કોઈ વ્યક્તિ અથવા બિઝનેસને પહેલવહેલી વાર મેસેજ મોકલશો, ત્યારે જો તમે તમારું યુઝરનેમ ચાલુ કર્યું હશે તો તેઓ હવે તમારો ફોન નંબર જોઈ શકશે નહિ.

તમારા વૈકલ્પિક યુઝરનેમને રિઝર્વ કરવામાં WhatsAppના નવીનતમ વર્ઝન પર બસ થોડીક સેકન્ડનો સમય લાગે છે – સેટિંગ > પ્રોફાઇલ > યુઝરનેમ પર જાઓ.

અમે આવનારા મહિનામાં યુઝરનેમની સુવિધા ધીમે-ધીમે રજૂ કરીશું અને જ્યારે તે તમારા દેશમાં ઉપલબ્ધ થશે ત્યારે અમે તમને WhatsAppમાં જણાવીશું.

29 જૂન, 2026

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)