1 ફેબ્રુઆરી, 2016
આજ રોજ સુધીમાં, એક અબજ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે.
તે પૃથ્વી પરનાં સાત લોકોમાંથી લગભગ એક વ્યક્તિ થઈ કે જેઓ પોતાના પ્રિયજનો, પોતાના મિત્રો અને પોતાના કુટુંબીજનોની સાથે સંપર્કમાં રહેવા માટે દર મહિને WhatsAppનો ઉપયોગ કરે છે.
અમને આ માઇલસ્ટોનનો ગર્વ છે અને તમે બધાએ જે અસાધારણ રીતે WhatsAppનો ઉપયોગ કર્યો છે તેનાથી અમે કૃતજ્ઞ થઈ ગયા છીએ. તે કુદરતી આફતો કે આરોગ્યને લગતી ઇમર્જન્સી દરમિયાન અત્યાવશ્યક માહિતી શેર કરવાનું હોય, ડેટ શોધવાનું હોય, નાના બિઝનેસને વધારવાનું હોય, સગાઈની વીંટી ખરીદવાનું હોય કે પછી વધુ સારું જીવન મેળવવાનો પ્રયાસ કરવાનું હોય – લોકો તેમનાં જીવનને તથા તેમની આસપાસ રહેલાં લોકોનાં જીવનને વધુ સારાં બનાવવાં માટે જે કરી રહ્યા છે તેનો નાનો ભાગ બનીને અમે સન્માન અનુભવીએ છીએ.
અને તેમ છતાં, અમે છેલ્લા સાત વર્ષમાં સાથે મળીને જે બધી પ્રગતિ કરી છે તેના સમય દરમિયાન, અમારું મિશન ક્યારેય બદલાયું નથી. WhatsAppની શરૂઆત એક સરળ વિચાર તરીકે થઈ હતી: એ સુનિશ્ચિત કરવા કે કોઈ પણ વ્યક્તિ કુટુંબીજનો અને મિત્રો સાથે ગ્રહ પર ગમે ત્યાં સંપર્કમાં રહી શકે, તે પણ ખર્ચ અથવા લોકોનું ધ્યાન ખેંચવા વપરાતી યુક્તિઓના વચ્ચે આવ્યા વગર.
તેથી અમે આ ઉપલબ્ધિની ઉજવણી કરીએ છીએ ત્યારે પણ, અમારું ફોકસ સમાન જ રહે છે. દરરોજ, અમારી ટીમ દ્વારા WhatsAppની સ્પીડ, વિશ્વસનીયતા, સુરક્ષા અને સરળતાને બહેતર બનાવવા માટે કામ કરવાનું ચાલુ જ છે. અમે કેટલી પ્રગતિ કરી છે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ. પરંતુ હવે, કામની વાત પર પાછા આવીએ – કારણ કે અમારે હજી પણ બીજા 6 અબજ લોકોને WhatsAppનો ઉપયોગ કરતા કરવાના છે અને તેના માટે લાંબી મજલ કાપવાની બાકી છે.