સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp વડે ભારતમાં પેમેન્ટ મોકલવાં

આજથી, ભારતમાં લોકો WhatsApp દ્વારા પૈસા મોકલી શકશે. આ સુરક્ષિત પેમેન્ટ અનુભવ, પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધાને એક મેસેજ મોકલવા જેટલું સરળ બનાવે છે. લોકો સુરક્ષિત રીતે કુટુંબના સભ્યને પૈસા મોકલી શકે છે અથવા તો રૂબરૂમાં રોકડની આપલે કર્યા વગર કે આસપાસની બેંકમાં ગયા વગર દૂર રહીને પણ લીધેલા માલસામાનની કિંમત હળીમળીને ચૂકવી શકે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે ભાગીદારી કરીને WhatsAppની પેમેન્ટ સુવિધા ડિઝાઇન કરવામાં આવી છે. એમાં પણ, ભારત માટેની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI), ત્વરિત પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 160થી વધુ બેંકોમાં વ્યવહાર કરવાની સગવડ પૂરી પાડે છે. ભારતમાં લોકોને મુખ્ય નાણાકીય વ્યવસ્થામાં સામેલ કરવાના ઉદ્દેશથી, ડિજિટલ પેમેન્ટની સુવિધા સરળ બનાવવા અને તેનો વપરાશ વધારવાની ભારતની ઝુંબેશમાં જોડાવાથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.

ભારતમાં WhatsAppથી પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. બેંકોને WhatsApp સૂચનાઓ મોકલે છે, આ સુવિધા પૂરી પાડનારને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (પેમેન્ટ સેવા પ્રદાતાઓ) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે UPIનો ઉપયોગ કરીને મોકલનાર અને મેળવનારનાં બેંક એકાઉન્ટમાં પૈસાની લેવડદેવડ કરે છે. ભારતમાં પાંચ અગ્રણી બેંકો સાથે કામ કરવામાં અમને ઘણી ખુશી થઈ રહી છે: ICICI બેંક, HDFC બેંક, Axis બેંક, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને Jio Payments બેંક. લોકો UPI સપોર્ટ કરતી ઍપનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિને WhatsApp પર પૈસા મોકલી શકે છે.

લાંબાગાળે, અમે માનીએ છીએ કે WhatsApp અને UPIનું આ અજોડ માળખું સ્થાનિક સંસ્થાઓના અત્યારના સમયના અમુક મુખ્ય પડકારોને પહોંચી વળવામાં મદદ કરી શકે છે, જેમાં ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારીનો વધારો કરવો અને આજ પહેલાં નાણાકીય સેવાઓથી વંચિત રહેલા લોકોને તેમાં સામેલ કરવાનો સમાવેશ થાય છે.

WhatsApp પરની દરેક સુવિધાની જેમ, પેમેન્ટની સુવિધા પણ મજબૂત સુરક્ષા અને પ્રાઇવસીના સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે, જેમાં દરેક પેમેન્ટ માટે પોતાનો UPI પિન નાખવો જરૂરી છે. iPhone અને Android પર ઍપનું લેટેસ્ટ વર્ઝન વાપરનારા લોકો માટે WhatsAppની પેમેન્ટ સુવિધા હવે ઉપલબ્ધ છે.

6 નવેમ્બર, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)