સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

નવી સુવિધાનો સારાંશ: ગ્રૂપ ચેટ, ઇવેન્ટ, કૉલ, ચેનલ અને વધુ બાબતોની અપડેટ

આખો વખત ઉમેરવામાં આવી રહેલી નવી સુવિધાઓ અને અપડેટની સાથે, તમે જેનાથી WhatsAppનો ઉપયોગ કરી શકો તે ઉપયોગી અને રોમાંચક રીતોને ચૂકી જવાનું સહેલું હોઈ શકે છે. તમને વાકેફ થયેલા રાખવા માટે, અમે નવીનતમ અપડેટ, ટૂલ અને સેટિંગના નિયમિત સારાંશ શેર કરીશું. આજના સારાંશમાં તમારી વાતચીતો અને કૉલને વધુ માણવા યોગ્ય બનાવવા અને ચેનલના તમારા અનુભવને બહેતર બનાવવા માટે તાજેતરમાં રજૂ કરવામાં આવેલી સુવિધાઓનો સમાવેશ થાય છે.

ચેટ

કુટુંબીજનો અને મિત્રો સાથેની ખાનગી અને એન્ક્રિપ્ટેડ ચેટ માટેની તમારી જગ્યા

ગ્રૂપ ચેટમાં ‘ઓનલાઇન’ સૂચક: ચેટ કરવા માટે લોકો ઉપલબ્ધ છે કે નહિ તે જાણવામાં તમને મદદ મળી રહે તે માટે, તમે હવે ગ્રૂપના નામની ઠીક નીચે, રિયલ-ટાઇમમાં કેટલાં લોકો 'ઓનલાઇન' છે તે જોઈ શકો છો.

ગ્રૂપમાં નોટિફિકેશનને હાઇલાઇટ કરવાં: તમારી ગ્રૂપ ચેટનાં નોટિફિકેશનને પ્રાથમિકતા આપવાની સહેલી રીતની જરૂર છે? નવા 'આ માટે જણાવો' સેટિંગનો ઉપયોગ કરો અને સેવ કરેલા સંપર્કોના @ઉલ્લેખો, જવાબો અને મેસેજ માટે નોટિફિકેશનને મર્યાદિત કરવા માટે 'હાઇલાઇટ કરો' પસંદ કરો અથવા તમામ નોટિફિકેશન મેળવવા માટે 'તમામ' પસંદ કરો.

ઇવેન્ટની અપડેટ: ગ્રૂપમાં ઇવેન્ટ બનાવવા ઉપરાંત, તમે હવે 1:1 વાતચીતમાં ઇવેન્ટ બનાવી શકો છો. અમે 'કદાચ' તરીકે RSVP કરવાની, પ્લસ વનને આમંત્રણ આપવાની, વધુ લાંબી ઇવેન્ટ માટે સમાપ્તિ તારીખ અને સમય ઉમેરવાની તથા ચેટમાં ઇવેન્ટને પિન કરવાની ક્ષમતા પણ ઉમેરી છે.

દબાવવા યોગ્ય પ્રતિક્રિયાઓ: ક્યારેક તમે કોઈ બીજાએ કહેલી વાત પર બસ +1 કરવા માંગતા હો છો. હવે તમે બીજા બધાની પ્રતિક્રિયાઓને ઝડપથી જોઈ શકો છો અને તમે જે મોકલવા માંગતા હો તેના પર દબાવી શકો છો.

iPhone પર ડોક્યુમેન્ટ સ્કેનિંગ: iPhone પર સીધા જ WhatsApp પરથી ડોક્યુમેન્ટને સ્કેન કરો અને મોકલો. જોડાણની ટ્રેમાંથી બસ 'ડોક્યુમેન્ટને સ્કેન કરો' પસંદ કરો અને ડોક્યુમેન્ટને સ્કેન, ક્રોપ અને સેવ કરવા માટેનાં પગલાંને અનુસરો.

iPhone માટેની ડિફોલ્ટ ઍપ: નવીનતમ iOS અપડેટની સાથે, તમે હવે તમારા iPhone પર તમારી ડિફોલ્ટ મેસેજિંગ અને કૉલિંગ ઍપ તરીકે WhatsAppને સેટ પણ કરી શકો છો. સ્વિચ કરવા માટે, બસ સેટિંગ > ડિફોલ્ટ ઍપ પર જાઓ અને WhatsAppને પસંદ કરો.

કૉલ

નવા કૉલ કરવા, કૉલની લિંકને શેર કરવા અને તમારા કૉલની હિસ્ટરીનું સંચાલન કરવા, એમ બધું જ એક જગ્યાએ કરવા માટે ખાસ ફાળવેલું ટેબ

વીડિયો કૉલમાં ઝૂમ ઇન કરવા માટે ચપટી ભરવી: iPhoneના યુઝર હવે તમારા પોતાના કે સાથીના વીડિયોને વધુ નજીકથી જોવા માટે વીડિયો કૉલમાં હોવા પર વીડિયોમાં ઝૂમ ઇન કરવા માટે ચપટી ભરી શકે છે.

ચેટમાંથી કૉલમાં ઉમેરવું: સૌથી ઉપર રહેલા કૉલ આઇકનને દબાવી અને 'કૉલમાં ઉમેરો' પસંદ કરીને સીધા જ ચેટ થ્રેડમાંથી કોઈને ચાલી રહેલા 1:1 કૉલમાં ઉમેરો.

વધુ સુગમ વીડિયો કૉલનો આનંદ માણવો: અમે તમારા વીડિયો કૉલને વધુ વિશ્વાસપાત્ર અને ઉચ્ચતર ગુણવત્તાના બનાવવા માટે અમારી ટેક્નોલોજીને અપગ્રેડ કરી છે. અમારી ઓપ્ટિમાઇઝ કરેલી રૂટિંગ સિસ્ટમ ડ્રોપ થયેલા કૉલ અને વીડિયો ફ્રીઝ થવાની સમસ્યાને ઘટાડીને, શ્રેષ્ઠ કનેક્શન પાથને શોધે છે. અને અમારી બહેતર બનાવેલ બેન્ડવિડ્થ શોધ વધુ માણવા યોગ્ય અનુભવ માટે તમારા વીડિયોને HD ગુણવત્તામાં ઝડપથી અપગ્રેડ કરે છે.

અપડેટ

આ ટેબ સ્ટેટસ અને ચેનલ માટેનું હોમ છે અને તે તમારી વ્યક્તિગત ચેટથી અલગ છે

ચેનલ માટે વીડિયો નોંધ: ચેટની જેમ જ, ચેનલના એડમિન હવે ટૂંકા (60 સેકન્ડ કે તેથી ઓછા સમયના) વીડિયોને ઝટપટ રેકોર્ડ કરી શકે છે અને ફોલોઅર સાથે તેને શેર કરી શકે છે.

ચેનલ પર વોઇસ મેસેજની ટ્રાન્સ્ક્રિપ્ટ: જ્યારે તમે સફરમાં હો અને તમે ચેનલથી આવતા વોઇસ મેસેજની અપડેટને સાંભળી શકતા ન હો, ત્યારે તમે હવે તેમનો લિખિત સારાંશ મેળવી શકો છો.

QR કોડ: ચેનલના એડમિન તરીકે, તમે હવે એક અનન્ય QR કોડને શેર કરી શકો છો કે જે સીધા જ તમારી ચેનલ સાથે લિંક થાય છે, જે અન્ય લોકો સાથે શેર કરવાનું અને તેમના ઓડિયન્સને વધારવાનું સરળ બનાવે છે.

ટૂંક સમયમાં જ આવનારી વધુ નવી સુવિધાઓ અને અપડેટ માટે જોડાયેલા રહો!

9 એપ્રિલ, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)