કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • WhatsApp વેબ
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

Facebook

લગભગ પાંચ વર્ષ પહેલાં, અમે એક સરળ મિશનની સાથે WhatsAppની શરૂઆત કરેલી: વૈશ્વિક સ્તરે દરેક જણ દ્વારા ઉપયોગમાં લેવા માટે એક શાનદાર પ્રોડક્ટ બનાવવી. એ સિવાય બીજું કંઈ જ અમારા માટે મહત્ત્વપૂર્ણ નથી.

આજે, અમે Facebookની સાથેની પાર્ટનરશિપને જાહેર કરી રહ્યા છીએ કે જે અમને તે સરળ મિશનની સાથે આગળ વધવાની પરવાનગી આપશે. આ કરવાથી WhatsAppને વૃદ્ધિ પામવાની અને વિસ્તારિત થવાની સુગમતા મળશે, જ્યારે મને, બ્રાયન અને અમારી બાકીની ટીમને શક્ય તેટલી ઝડપી, પરવડી શકે તેવી અને વ્યક્તિગત હોય તેવી સંચાર સેવા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ સમય મળશે.

તમારા માટે, અમારાં વાપરનારાઓ માટે શું બદલાશે તે અહીં આપ્યું છે: કંઈ જ નહિ.

WhatsApp સ્વાયત્ત રહેશે અને સ્વતંત્ર રીતે કામગીરી કરશે. તમે એક નજીવી ફી પેટે સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખી શકો છો. તમે વિશ્વમાં ગમે ત્યાં હો અથવા જે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હો, તમે WhatsAppને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખી શકો છો. અને તમે હજી પણ એ બાબત પર વિશ્વાસ રાખી શકો છો કે સંપૂર્ણપણે કોઈ જાહેરાતો તમારા સંચારમાં ખલેલ પાડશે નહિ. જે અમારી કંપની, અમારા વિઝન અને અમારી પ્રોડક્ટને હંમેશાં પરિભાષિત કરશે તે મૂળ સિદ્ધાંતો પર જો અમારે બાંધછોડ કરવી પડી હોત તો અમારી બંને કંપનીઓની વચ્ચે કોઈ પાર્ટનરશિપ થઈ ના હોત.

વ્યક્તિગત રીતે કહું તો, બ્રાયન અને મને એવાં લોકોની એક નાનકડી ટીમનો ભાગ હોવા પર કલ્પના ના કરી શકાય તેટલો વધુ ગર્વ છે, જેમણે માત્ર પાંચ વર્ષથી ઓછા સમયમાં એક સંચાર સેવા બનાવી છે જે હવે વિશ્વભરમાં 450 મિલિયન કરતાં વધુ માસિક એક્ટિવ વાપરનારાઓ અને 320 મિલિયન કરતાં વધુ દૈનિક વાપરનારાઓને સપોર્ટ કરે છે. તેઓએ 21મી સદી માટે સંચારને ફરીથી પરિભાષિત કરવા અને તેના સંબંધમાં ક્રાંતિ લાવવામાં મદદ કરી છે અને અમે કલ્પના ના કરી શકાય તેટલા વધુ કૃતજ્ઞ છીએ.

અમારી ટીમનું હંમેશાંથી એ માનવું રહ્યું છે કે ન તો કિંમત અને ન તો અંતરે લોકોને પોતાના મિત્રો અને પ્રિયજનોની સાથે કનેક્ટ થવાથી ક્યારેય અટકાવવું જોઈએ અને અમે ત્યાં સુધી કામ કરતા રહીશું જ્યાં સુધી દરેક જગ્યાએ, દરેક જણ તે તકથી સશક્ત ન થઈ જાય. અમે આ આગલા અધ્યાયને શક્ય બનાવવા બદલ તથા આ અતિવિશિષ્ટ યાત્રા પર અમે આગળ વધીએ ત્યારે અમારી સાથે જોડાવા બદલ અમારાં તમામ વાપરનારાઓ અને અમારા જીવનમાં રહેલા દરેક જણનો આભાર માનવા માંગીએ છીએ.

19 ફેબ્રુઆરી, 2014

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રડાઉનલોડ કરોસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી