કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

બ્રાઝિલમાં રહેલાં લોકો અને નાના બિઝનેસ માટે WhatsApp પર 'પેમેન્ટ'ની સુવિધા લાવવી

અમે એ વાતને જાહેર કરતી વખતે ઉત્સાહિત છીએ કે આજ રોજથી શરૂ કરીને અમે બ્રાઝિલમાં રહેલા WhatsApp વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા લાવી રહ્યા છીએ. લોકો તેમની ચેટમાંથી બહાર નીકળ્યા વગર સુરક્ષિત રીતે પૈસા મોકલી શકશે અથવા લોકલ બિઝનેસ પાસેથી ખરીદી કરી શકશે.

1 કરોડથી વધુ નાના અને માઇક્રો બિઝનેસ બ્રાઝિલના સમાજની જીવાદોરી છે. પ્રશ્નોના જવાબ મળી રહે તે માટે બિઝનેસને ઝેપ મોકલવાનું ગ્રાહકોના સ્વભાવમાં વણાઈ ગયું છે. હવે સ્ટોરના કેટલોગને જોવા ઉપરાંત ગ્રાહકો પ્રોડક્ટની ખરીદી પેટે પેમેન્ટ પણ મોકલી શકશે. પેમેન્ટની સુવિધાને સરળ બનાવવાથી વધુ બિઝનેસને ડિજિટલ અર્થતંત્રમાં લાવવામાં મદદ મળી શકે છે, જે વિકાસ માટે નવી તકોને ખોલી શકે છે.

વધુમાં, અમે તમારા પ્રિયજનોને પૈસા મોકલવાનું મેસેજ મોકલવા જેટલું જ સરળ બનાવી રહ્યા છીએ, જ્યારે લોકો એકબીજાથી દૂર રહેતા હોય ત્યારે આનાથી મહત્ત્વનું બીજું કંઈ ન હોઈ શકે. WhatsApp પર પેમેન્ટની સુવિધા Facebook Pay દ્વારા સંચાલિત હોવાથી, ભવિષ્યમાં અમે લોકો અને બિઝનેસની સગવડ માટે Facebookની તમામ ઍપ્લિકેશનોમાં એક જ કાર્ડથી પેમેન્ટ કરવાની સુવિધા આપવાનું વિચારી રહ્યા છીએ.

અમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેમેન્ટની સુવિધા બનાવી છે અને બિનસત્તાવાર વ્યવહારોને અટકાવવા માટે ખાસ છ અંકોનો પિન અથવા ફિંગરપ્રિન્ટ નાખવી જરૂરી રહેશે. શરૂઆતમાં, અમે Visa અને Mastercard નેટવર્ક પર Banco do Brasil, Nubank અને Sicrediના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સપોર્ટ કરીશું અને તે માટે અમે બ્રાઝિલના અગ્રણી પેમેન્ટ પ્રોસેસર Cielo સાથે મળીને આ સુવિધા આપવા માટે કામ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં વધુ પાર્ટનરોને આવકારવા અમે બધા અપનાવી શકે એવું મોડલ બનાવ્યું છે.

WhatsApp પર પૈસા મોકલવા કે ખરીદી કરવા માટે અમે લોકો પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેતા નથી. ગ્રાહકોનું પેમેન્ટ મેળવવા માટે પ્રોસેસિંગ ફી જે તે બિઝનેસ ચૂકવશે, જેમ તેઓ ક્રેડિટ કાર્ડના વ્યવહારો સ્વીકારતી વખતે કરતા હશે એવી જ રીતે.

આજથી સમગ્ર બ્રાઝિલના લોકો માટે WhatsApp પર પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે અને આગળ જતાં આ સુવિધા દરેક માટે સુલભ બનાવવી એ અમારું લક્ષ્ય છે.

15 જૂન, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ