કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsAppનું ભવિષ્ય

આજે, અમે આગામી મહિનાઓમાં લોકો માટેની બિઝનેસ સાથે સંચાર કરવાની રીતોને ટેસ્ટ કરવાના અમારા પ્લાનના ભાગ રૂપે, ચાર વર્ષમાં પહેલી વાર WhatsAppની શરતો અને પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી રહ્યાં છીએ. અપડેટ કરેલા ડોક્યુમેન્ટ એ પણ બતાવે છે કે અમે Facebookમાં જોડાયા છીએ અને એ કે અમે તાજેતરમાં જ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન, WhatsApp કૉલિંગ, તથા વેબ અને ડેસ્કટોપ માટે WhatsApp જેવાં મેસેજિંગ ટૂલ જેવી અનેક નવી સુવિધાઓ રજૂ કરી છે. તમે અહીં સંપૂર્ણ ડોક્યુમેન્ટને વાંચી શકો છો. અમે આ અપડેટ વિશે અમારી ઍપનાં નવીનતમ સપોર્ટેડ વર્ઝન પર દરેકને જણાવી રહ્યા છીએ અને તમને અપડેટ કરેલી શરતો સ્વીકારવા માટે 'સંમત થાઉં છું'ને દબાવવા માટે કહેવામાં આવશે.

લોકો દરરોજ અમારી ઍપનો ઉપયોગ તેમના માટે મહત્ત્વના મિત્રો અને પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે અને આ બદલાઈ રહ્યું નથી. પરંતુ અમે આ વર્ષની શરૂઆતમાં જાહેર કર્યું હતું તે મુજબ, અમે તમને ત્રાહિત-પક્ષની બેનર જાહેરાતો અને સ્પામ વિનાનો અનુભવ હજી પણ આપતી વખતે, તમારા માટે મહત્ત્વના હોય તેવા બિઝનેસ સાથે સંચાર કરવાની તમારા માટેની રીતોને પણ એક્સ્પ્લોર કરવા માંગીએ છીએ. ભલે તે તમારી બેંક તરફથી સંભવિત રીતે છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેક્શન વિશે સાંભળવાનું હોય અથવા વિલંબિત ફ્લાઇટ વિશે એરલાઇન દ્વારા નોટિફિકેશન મેળવવાનું હોય, આપણામાંથી અનેક લોકો લખેલા મેસેજમાં અને ફોન કૉલ દ્વારા મેળવવા સહિત અન્યત્ર આ માહિતીને મેળવે છે. અમે આગામી કેટલાક મહિનાઓમાં આ સુવિધાઓને ટેસ્ટ કરવા માંગીએ છીએ, પરંતુ અમારે આમ કરવા માટે અમારી શરતો અને પ્રાઇવસી પોલિસીને અપડેટ કરવાની જરૂર છે.

અમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન રજૂ કર્યું છે તે સ્પષ્ટ કરવા માટે પણ અમે આ ડોક્યુમેન્ટને અપડેટ કરી રહ્યાં છીએ. જ્યારે તમે અને તમે જેમને મેસેજ કરો છો તે લોકો WhatsAppના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં હોય છે, ત્યારે તમારા મેસેજ ડિફોલ્ટ રૂપથી એન્ક્રિપ્ટેડ હોય છે, જેનો અર્થ છે કે માત્ર તમે અને મેસેજ મેળવનાર જ તેને વાંચી શકે છે. અમે આગામી મહિનાઓમાં Facebook સાથે વધુ સંકલન કરીશું ત્યારે પણ, તમારા એન્ક્રિપ્ટેડ મેસેજ ખાનગી રહેશે અને અન્ય કોઈ તેને વાંચી શકશે નહિ. WhatsApp નહિ, Facebook નહિ કે બીજું કોઈ નહિ. અમે Facebook પર કરવા સહિત અન્ય લોકો સાથે તમારો WhatsApp નંબર પોસ્ટ કે શેર કરીશું નહિ અને અમે હજી પણ જાહેરાત આપનારાઓને તમારો ફોન નંબર વેચીશું નહિ, શેર કરીશું નહિ અથવા આપીશું નહિ.

પરંતુ Facebook સાથે વધુ સંકલન કરીને, અમે લોકો અમારી સેવાઓનો ઉપયોગ કેટલી વાર કરે છે તે વિશેનાં મૂળભૂત મેટ્રિક્સને ટ્રેક કરવાં અને WhatsApp પર સ્પામ સામે વધુ સારી રીતે લડવા જેવી બાબતોને કરી શકીશું. અને Facebookની સિસ્ટમ સાથે તમારા ફોન નંબરને કનેક્ટ કરીને, જો તમારું Facebook સાથે એકાઉન્ટ હોય તો તે વધુ સારાં 'મિત્રોનાં સૂચનો' ઓફર કરી શકે છે અને તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે જેના વિશે ક્યારેય સાંભળ્યું ન હોય તેવા કોઈની જાહેરાતને બદલે, તમે જેની સાથે પહેલેથી જ કામ કરો છો તે કંપનીની જાહેરાત તમને દેખાઈ શકે છે. તમારા ડેટાના ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરવો તે સહિત, તમે અહીં વધુ જાણી શકો છો.

ખાનગી સંચારના મૂલ્યમાં અમારો વિશ્વાસ અચળ છે અને અમે તમને WhatsApp પર સૌથી વધુ ઝડપી, સૌથી વધુ સરળ અને સૌથી વધુ વિશ્વસનીય અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ થઈને રહેલા છીએ. હંમેશની જેમ, અમે તમારા પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને WhatsAppનો ઉપયોગ કરવા બદલ તમારો આભાર.

25 ઑગસ્ટ, 2016

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ