સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

અમારી અપડેટ વિશે વધુ માહિતી

આજે અમે એ માટેના અપડેટ કરેલા પ્લાન શેર કરી રહ્યા છીએ કે અમે WhatsApp વપરાશકર્તાઓને અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીનો રિવ્યૂ કરવા માટે કેવી રીતે કહીશું. આ વર્ષની શરૂઆતમાં, આ અપડેટ વિશે અમારે ઘણી અફવાઓનો સામનો કરવો પડ્યો હતો અને અમે આવી કોઈ પણ જાતની ગૂંચવણ દૂર કરવા માટે ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છીએ.

અમે WhatsApp પર બિઝનેસ સાથે ચેટ કે ખરીદી કરવાની નવી રીતો વિકસાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવો કે નહિ તેનો નિર્ણય સંપૂર્ણપણે વપરાશકર્તાઓ પાસે જ રહેશે. પર્સનલ મેસેજ હંમેશાં શરૂથી અંત સુધી સુરક્ષિત (એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ) જ રહેશે, જેથી WhatsApp તેને વાંચી કે સાંભળી ન શકે.

અમારી નવી અપડેટ વિશે વધુ સ્પષ્ટતાથી તમને કેવી રીતે જણાવી શક્યા હોત તે વિશે અમે ચિંતન કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે શરૂથી અંત સુધીની સુરક્ષા એટલે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનના બચાવ માટે અમે શું કર્યું છે તેનો ઇતિહાસ દરેક વ્યક્તિ જાણે અને અમારા પર પૂર્ણ વિશ્વાસ રાખે, કેમ કે લોકોની પ્રાઇવસી અને સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે હવે 'સ્ટેટસ'ની સુવિધાનો ઉપયોગ કરીને અમારા સિદ્ધાંતો અને નવી અપડેટ સીધી WhatsAppમાંથી જ તમારી સાથે શેર કરી રહ્યા છીએ. અમે અમારી વાતને લોકો સુધી સ્પષ્ટપણે પહોંચાડીશું, જેથી કોઈ પણ જાતની ગૂંચવણ ઊભી ન થાય.

આવનારા અઠવાડિયામાં, અમે WhatsAppમાં વધુ માહિતી પૂરી પાડતું બેનર દર્શાવીશું કે જેને લોકો તેમને અનુકૂળ હોય તેવી ગતિએ વાંચી શકે. અમે અમને સાંભળવામાં આવી રહેલી ચિંતાઓને સમજીને ઉકેલવાનો પ્રયાસ કરવા વધુ માહિતીને પણ સામેલ કરી છે. આખરે, અમે લોકોને WhatsAppને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખવા માટે આ અપડેટનો રિવ્યૂ કરવા અને તેને સ્વીકારવા માટે યાદ અપાવવાનું શરૂ કરીશું.

અમને લાગે છે કે લોકો માટે એ જાણવું પણ જરૂરી છે કે અમે WhatsAppને કેવી રીતે મફતમાં ઉપલબ્ધ કરાવીએ છીએ. દરરોજે લાખો લોકો બિઝનેસ સાથે ચેટ શરૂ કરે છે, કેમ કે WhatsApp પર ચેટ કરવી એ ફોન કે ઇમેઇલ કરવા કરતાં ઘણું સરળ અને સગવડભર્યું છે. WhatsApp પર ગ્રાહક સેવા પૂરી પાડવા માટે અમે બિઝનેસ પાસેથી ચાર્જ લઈએ છીએ - લોકો પાસેથી નહિ. કેટલીક ખરીદીની સુવિધાઓ Facebookથી જોડાયેલી હોય છે, જેથી બિઝનેસ જુદીજુદી ઍપ પર પોતાના સ્ટોકની ભાળ રાખી શકે. અમે વધુ માહિતી સીધી WhatsAppમાં જ બતાવી દઈએ છીએ એટલે લોકો નક્કી કરી શકે કે તેઓને બિઝનેસ સાથે વાત કરવી છે કે નહિ.

અમે સમજીએ છીએ કે આ સમય દરમિયાન કેટલાક લોકો બીજી ઍપ શું ઑફર કરે છે તે જાણવા તેને અજમાવી શકે છે. અમે જોયું છે કે અમારી કેટલીક હરીફ કંપનીઓએ એવો દાવો કર્યો છે કે તેઓ લોકોના મેસેજ જોઈ શકતા નથી, પણ અમે તમને જણાવવા માગીએ છીએ કે જો કોઈ ઍપ શરૂથી અંત સુધીની સુરક્ષા એટલે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન મૂળભૂત રીતે ઑફર ન કરતી હોય, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારા મેસેજ વાંચી શકે છે. બીજી બધી ઍપનું એવું કહેવું છે કે તેઓની ઍપ બહેતર છે કેમ કે તેઓ WhatsAppની તુલનાએ ઓછી માહિતી મેળવે છે. WhatsAppની પાસે બહુ મર્યાદિત ડેટાનો એક્સેસ હોય છે, એ પણ અમે તમને સુરક્ષિત અને ભરોસાપાત્ર સેવા પૂરી પાડી શકીએ તે માટે જ, અમારું માનવું છે કે લોકો પણ આવી જ ઍપની શોધમાં હોય છે જે સુરક્ષિત હોય અને જેના પર તેઓ ભરોસો કરી શકે. અમે અમારા નિર્ણયો પર ગંભીરતાથી વિચાર કરીએ છીએ અને આ જવાબદારીઓને સંતોષવા માટેની નવી રીતો વિકસાવતા રહીશું, જેમાં ઓછામાં ઓછી માહિતીનો ઉપયોગ થાય.

અમે એ બધા લોકોના આભારી છીએ જેમણે ચિંતાઓનો ઉકેલ લાવવામાં અમારી મદદ કરી અને કોઈ પણ સવાલનો જવાબ આપવા ઉપલબ્ધ રહ્યા. અમે 2021માં ઘણું લાવી રહ્યા છીએ અને આવનારા અમુક અઠવાડિયાઓ અને મહિનાઓમાં તેની જાણકારી તમારી સાથે શેર કરવા માટે આતુર છીએ.

18 ફેબ્રુઆરી, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)