સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

સાચી હકીકત જણાવવી

Facebook સાથેની અમારી આગામી પાર્ટનરશિપને જાહેર કર્યા પછીથી, અમારી સ્ટોરીને જેટલું ધ્યાનાકર્ષણ મળ્યું છે તેનાથી અમે ખરેખર કૃતજ્ઞ થઈ ગયા છીએ. એક કંપની તરીકે, અમે શક્ય તેટલાં વધુ લોકોને મિત્રો અને પ્રિયજનો સાથે કનેક્ટ થઈને રહેવાની તક આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ, પછી ભલેને તેઓ જે કોઈ પણ હોય અથવા તેઓ ક્યાં રહેતા હોય.

કમનસીબે, WhatsApp વપરાશકર્તાઓના ડેટા અને પ્રાઇવસી માટે અમારી ભાવિ પાર્ટનરશિપનો શો અર્થ હશે તે વિશે ઘણી બધી અચોક્કસ અને બેદરકારીપૂર્ણ માહિતી પણ ફરી રહી છે.

હું સાચી હકીકત જણાવવા માંગું છું.

બીજી બધી બાબતોથી ઉપર, હું એ બાબતની ખાતરી કરવા માંગું છું કે હું ખાનગી સંચારના સિદ્ધાંતને કેટલી ગહનતાથી મહત્ત્વ આપું છું તે તમે સમજો. મારા માટે, આ ખૂબ જ વ્યક્તિગત છે. મારો જન્મ યુક્રેનમાં થયો હતો અને મારો ઉછેર 1980ના દાયકા દરમિયાન USSRમાં થયો હતો. તે સમયની મારી સૌથી પ્રબળ યાદગીરીઓ પૈકીની એક યાદગીરી એક એવા વાક્યાંશની છે કે જે મારી મમ્મી જ્યારે ફોન પર વાત કરતી ત્યારે ઘણી વાર મારા સાંભળવામાં આવતો હતો: "આ ફોન પર કરવાની વાતચીત નથી; હું તમને રૂબરૂમાં જણાવીશ." હકીકત એ છે કે મારી તરુણાવસ્થામાં અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યું હતું તેનું આંશિક કારણ એ હતું કે અમે એ ડર વિના મુક્તપણે વાત કરી શકતા ન હતા કે અમારા સંચારો પર KGB દ્વારા નજર રાખવામાં આવશે.

તમારી પ્રાઇવસી પ્રત્યે આદરભાવ રાખવો એ અમારા DNAમાં વણાયેલું છે અને અમે તમારા વિશે શક્ય હોય એટલું ઓછું જાણવાના લક્ષ્યની સાથે WhatsApp બનાવ્યું છે: તમારે અમને તમારું નામ આપવાની જરૂર નથી અને અમે તમારું ઇમેઇલ એડ્રેસ માંગતા નથી. અમે તમારો જન્મદિવસ જાણતા નથી. અમે તમારા ઘરનું સરનામું જાણતા નથી. તમે ક્યાં કામ કરો છો તે અમે જાણતા નથી. અમે તમારી પસંદગીઓને, તમે ઇન્ટરનેટ પર શું શોધો છો તે જાણતા નથી અથવા તમારા GPS લોકેશનને એકત્ર કરતા નથી. તેમાંનો કોઈ પણ ડેટા ક્યારેય પણ WhatsApp દ્વારા એકત્ર કરવામાં તથા સ્ટોર કરવામાં આવતો નથી અને તેમાં ફેરફાર કરવાનો અમારો ખરેખર કોઈ પ્લાન નથી.

જો Facebookની સાથે પાર્ટનરશિપ કરવાનો અર્થ એ હોત કે અમારે અમારાં મૂલ્યોને બદલવા પડ્યા હોત, તો અમે તે કરી ન હોત. તેને બદલે, અમે એક પાર્ટનરશિપ કરી રહ્યા છીએ જે અમને સ્વતંત્ર રીતે અને સ્વાયત્ત રૂપથી કામગીરીને ચાલુ રાખવાની પરવાનગી આપશે. અમારાં મૂળભૂત મૂલ્યો અને માન્યતાઓ બદલાશે નહિ. અમારા સિદ્ધાંતો બદલાશે નહિ. એ દરેક બાબત જેણે WhatsAppને વ્યક્તિગત મેસેજિંગમાં અગ્રણી બનાવેલ છે, તે હજી પણ જેમની તેમ રહેશે. તેનાથી વિપરીત અટકળો માત્ર પાયાવિહોણી અને નિરાધાર જ નથી, તે બેજવાબદારી પણ છે. તેની અસર એ થાય છે કે લોકો એ વિચારીને ભય પામે છે કે અમે ઓચિંતા જ બધા પ્રકારના નવા ડેટા એકત્ર કરી રહ્યા છીએ. તે બિલકુલ સાચું નથી અને તમે તે જાણો એ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ બાબતે કોઈ ભૂલ ન કરો: Facebook સાથેની અમારી ભાવિ પાર્ટનરશિપ તે વિઝનની સાથે બાંધછોડ કરશે નહિ જેણે અમને આ મુકામે લાવ્યું છે. અમારું ફોકસ WhatsAppના વાયદા પ્રમાણે તેને દૂર-દૂર સુધી પહોંચાડવા પર જ રહે છે, જેથી કરીને વિશ્વભરનાં લોકોને ભય વિના તેમની વાતને મૂકવાની સ્વતંત્રતા મળે.

17 માર્ચ, 2014

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)