કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

અમારી તાજેતરની અપડેટ માટે વધુ સમય આપવો

અમારી તાજેતરની અપડેટને લઈને ઊભી થયેલી મુંઝવણ વિશે અમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે. ચિંતાનું કારણ બનતી ઘણી બધી ખોટી માહિતી રહેલી છે અને અમે અમારા સિદ્ધાંતો અને હકીકતોને સમજવામાં દરેક જણની મદદ કરવા માંગીએ છીએ.

WhatsAppને એક સરળ આશયથી બનાવવામાં આવ્યું હતું: તમે જે કંઈ તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો એ ફક્ત તમારી વચ્ચે જ રહે. એટલે કે અમે તમારી વ્યક્તિગત વાતચીતોને હંમેશાં શરૂથી અંત સુધીની સુરક્ષા દ્વારા સુરક્ષિત રાખીશું, જેથી WhatsApp અને Facebook બન્નેમાંથી કોઈ પણ આ પ્રાઇવેટ મેસેજ જોઈ ના શકે. એટલે જ અમે કોણ કોને મેસેજ કે કૉલ કરે છે એનો રેકોર્ડ રાખતા નથી. અમે તમારું શેર કરેલું લોકેશન પણ જોઈ શકતા નથી અને અમે તમારા સંપર્કોને Facebook સાથે શેર કરતા નથી.

આ અપડેટની સાથે, તેમાંથી કંઈપણ બદલાઈ રહ્યું નથી. તેને બદલે, અપડેટમાં નવા વિકલ્પો કે જે લોકો પાસે WhatsApp પર બિઝનેસને મેસેજ મોકલવા માટે રહેશે અને તે અમે કેવી રીતે ડેટા એકત્ર કરીએ છીએ અને ઉપયોગમાં લઈએ છીએ તે વિશે હજુ વધુ પારદર્શિતા પૂરી પાડે છે. જોકે આજે દરેક જણ WhatsApp પર બિઝનેસ પાસેથી ખરીદી કરતા નથી, તેમ છતાં અમને લાગે છે કે ભવિષ્યમાં વધુ લોકો તેમ કરવાનું પસંદ કરશે અને એ મહત્ત્વનું છે કે લોકો આ સેવાઓથી વાકેફ રહે. આ અપડેટ, Facebook સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતામાં વધારો કરતી નથી.

અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવશે. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ થશે નહિ. WhatsApp પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે તેને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણું બધું કરવા જઈ રહ્યાં છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને તે પહેલાં તેઓને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.

દુનિયાભરમાં લોકો માટે શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) લાવવા માટે WhatsAppએ મદદ કરી હતી તથા હાલમાં અને ભવિષ્યમાં પણ આ સુરક્ષા ટેક્નોલોજીનો બચાવ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે એવી દરેક વ્યક્તિના આભારી છીએ જેણે અમારો સંપર્ક સાધ્યો છે તથા હકીકત પહોંચાડવામાં અને અફવાઓને ફેલાતી રોકવામાં અમારી મદદ કરી છે. WhatsAppને પ્રાઇવેટ રીતે વાતચીત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ બનાવવા માટે અમે અમારાથી બનતું બધું કરીશું.

15 જાન્યુઆરી, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ