કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોજોડાયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
ડાઉનલોડ કરો
સેવાની શરતો2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • જોડાયેલા રહો

      વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચો.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
WhatsApp વેબડાઉનલોડ કરો
WhatsApp બ્લોગ

અમે જાહેરાતો કેમ વેચતા નથી

Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need.
– Tyler Durden, Fight Club

મેં અને બ્રાયને મળીને Yahoo!માં ૨૦ વરસો, તે સાઈટને ચાલતા રાખવા માટે મહેનત કરતા વિતાવ્યા છે. અને હા, જાહેરાતો વેચવા માટે મહેનત કરી, કારણકે Yahoo!નો એ જ તો કામ હતો. તેણે ડેટા સંગ્રહિત કર્યો અને પાના ભર્યાં અને તેણે જાહેરાતો વેચી.

અમે Yahoo! પર Googleના કદનો ગ્રહણ લાગતા જોયો છે... એક વધુ કાર્યસાધક અને નફાકારક જાહેરાતો વેચનાર. તેમને જાણ હતી કે તમે શાની તલાશમાં છો, તો તેઓ તમારો ડેટા વધુ સારી રીતે સંગ્રહિત કરી શકતા અને વધારે સારી જાહેરાતો વેચી શકતા હતા.

આ જમાનામાં કંપનીઓ તમારા, તમારા મિત્રો, તમારા શોખ વિષે પૂર્ણત: બધું જ જાણતી હોય છે, અને તેઓ અા બધાનો જાહેરાતો વેચવા માટે ઉપયોગ કરે છે.

જ્યારે ત્રણ વર્ષ પહેલા અમે મળી બેસીને અમારી કોઈ વસ્તુની રચના કરવાની શરુઆત કરી, ત્યારે અમારે કઈંક એવું બનાવવું હતું જે કોઈ જાહેરાતોનો નવો બજાર તો ના જ હોય. અમારે અમારો સમય એવી સેવા બનાવવામાં વાપરવો હતો, જે લોકો એ માટે વાપરવા માગે કે તે તેમના માટે કામમં તો આવે જ પણ તેમના માટે મોંઘી દાટ પણ ના હોય, અને ભલે ને થોડા પ્રમાણમાં જ પણ તેમના જીવનમાં સુધારો લાવે. અમને જાણ હતી કે એવું કરવાથી અમે લોકોથી સીધેસીધી કિંમત લઈ શકતા હતા. અમે જાણતા હતા કે અમે તે કરી શકવાના છીયે જે દરરોજ લોકો કરવા માગે છે: જાહેરાતોથી બચવું.

સવારે ઉઠીને કોઈ પણ વધુ જાહેરાતો જોવા ઉત્સુક નથી હોતો, રાત્રે સુતા સમય કોઈ પણ સવારે નવી જાહેરાતો જોવાનું નથી વિચારતો. અમે જાણીયે છીયે કે સુતા સમય લોકોને દિવસમાં કોની સાથે વાત થઈ તેની ઉત્તેજના(અને કોની સાથે વાત ના થઈ શકી તેનો દુ:ખ) હોય છે. અમારી એવી ઇચ્છા છે કે WhatsApp એવું ઉત્પાદ હોય જેને લઈ તમે જાગતા રહો...અને સવારે ઉઠતા વેંત તમે તેને જોવા આતુર રહો. ઉંઘમાંથી ઉઠીને કોઈ પણ જાહેરાતો જોવા નથી ભાગતો.

જાહેરાતો ખાલી સૌંદર્યાનુભૂતિથી વિપરીત જ નથી હોતી, પણ તમારી અક્કલનો અનાદર કરે છે અને તમારી વિચારધારાને ભંગ પણ કરે છે. જાહેરાતનું વેચાણ કરવા વાળી દરેક કંપનીમાં, તેમના ઇજનેરોની ટીમની ઘણી સંખ્યા તો તેનો દિવસ ડેટાની ખોળ કરવામાં, તમારી સઘળી નિજી માહિતીનો ડેટા જમા કરવા માટે સુધારેલા કોડ રચવામાં, સઘળો ડેટા સમાવવા માટે સરવર્સની સુધારણા કરવામાં અને તે બધાને ભરી, જમા કરી, તેના ભાગલા કરી, પેક કરીને શિપ કરી દેવાની ખાતરી કરવામાં કાઢે છે... અને દિવસ પુરું થાય ત્યારે આ બધાનું પરિણામ તો બસ થોડા ફેરફાર વાળી કોઈ જાહેરાત નો નવો બેનર તમારા બ્રાઉઝર કે તમારા મોબાઇલની સ્ક્રીન પર હોય.

યાદ રાખો, જ્યારે જાહેરાતોનો સમાવેશ થાય ત્યારે તમે ઉપભોકતા જ એક ઉતપાદ હોવ છો.

WhatsAppમાં, અમારા ઇજનેરો તેમનો બધો સમય ક્ષતિઓની સુધારણા કરવામાં, નવી વિશેષતાઓ ઉમેરવામાં અને દુનિયા ભરના દરેક ફોન ઉપર એક ભરપૂર, સસતું, ભરોસાપાત્ર સંદેશ વહેવાર પ્રદાન કરવામાંની નાની મોટી અડચણો રોકવામાં વિતાવે છે. એ જ અમારું ઉતપાદ છે અને એ જ અમારો ઝનૂન છે. તમારો ડેટા તો ચિત્રમાં આવતો જ નથી. અમને એમાં કોઈ રસ નથી.

જ્યારે અમને લોકો પૂછે છે કે તમે WhatsApp માટે કેમ કિંમત લો છે, તો અમે કહીયે છીયે કે "તમે તેનું કોઈ બદલ વિચાર્યું છે?"

૧૮ જૂન, ૨૦૧૨

ટ્વિટ કરોશેર કરો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગોડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસ્ટોરીબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીઓબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રકોરોના વાઇરસસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

સેવાની શરતો