૧૯ ડીસેમ્બર, ૨૦૧૩
થોડા ઘણા વર્ષો પહેલા, મારા મિત્ર બ્રાયન અને હું, મળીને એક ફોકસ સાથે એક સંદેશસંચારણ સેવા રચવા નીકળી પડ્યા હતા: થઈ શકે તેટલો ઉત્તમ ઉપયોગ અનુભવ. અમે શરત લગાવી કે જો અમારા ઇજનેરો સંદેશસંચારણને ઝડપી, સરળ અને અંગત બનાવી શકે, તો અમે બેનર જાહેરાતો, રમતોના પ્રચારો, કે અન્ય બધી ખલેલકારી “વિશેષતાઅો”ની મગજમારી વગર, સીધા લોકોથી જ ચાર્જ લઈ શકીયે.
આજે, અમે ગર્વથી ઘોષણા કરીયે છીયે કે તમારે લીધે, WhatsApp એવા સીમાચિહ્ન ઉપર આવી ગયું છે જ્યાં અન્ય કોઈ સંદેશસંચારણ સેવા નથી પહોંચી: ૪ કરોડ ઉપભોક્તાઓ દર મહીને, એમાં પણ ખાલી ૧ કરોડ સક્રિય ઉપભોક્તાઓ તો છેલ્લા ચાર મહીનાઓમાં જ ઉમેરાયાં. આ ફક્ત WhatsApp સાથે નોંધણી કરતા લોકોની ગણતરી જ નથી - આ આંક એ લોકોની સંખ્યાનો છે જે આ સેવાનો દર મહીને સક્રિય ઉપયોગ કરે છે.
અમે જ્યારે કહીયે કે તમે જ આ બધું શક્ય બનાવ્યું, તો અમે તે દિલથી માનીયે છીયે. WhatsAppમાં ફક્ત ૫૦ કર્મચારીઓ છે, અને અમારામાં વધારે ઇજનેરો છે. અમે અહીં સુધી કોઈ પણ યોજનાબદ્ધ જાહેરાત કે કોઈ મોટી વેચાણ ઝુંબેશ ઉપર એકેય ડોલર ખરચ્યા વગર પહોંચ્યા છીયે. અમે અહીં તે બધા લોકોના લીધે છીયે જે તેમની WhatsApp ગોષ્ઠિઓ તેમના સહકર્મીઓ, મિત્રો, અને સ્નેહીજનો સાથે શેર કરે છે - ગોષ્ઠિઓ જે અમને સાંભળવી ગમે.
ન્યુ ઝીલેન્ડથી પેલી એક સ્ત્રી હતી જેણે તેની દાકતરી (PhD) પૂરી કરવા દક્ષિણ આફ્રીકા સ્થળાન્તર કર્યું હતુ. ઘરે પાછા વળવાના એક સપ્તાહ પહેલા જ, તેને તેના સપનાનો રાજકુમાર મળી ગયો. હજારો માઇલ દૂર રહ્યા પછી પણ, તેમને પાસે હોવાનો અહેસાસ WhatsApp આપે છે.
યુગાન્ડામાં દાનધર્મ કરતી બ્રીટનની એક સ્ત્રીએ પણ અમારો સંપર્ક કર્યો હતો. તેણે અમને જણાવ્યું હતું કે ત્યાં કાર્યરત તેની ટીમ, તેઓ મદદ કરી રહેલા બાળકોની રોજની બાતમી, ફોટા, અને વીડિયોઝ મોકલવા WhatsAppનો ઉપયોગ કરે છે, જે તેણી વિશ્વભરમાં શેર કરી તેની સંસ્થા માટે સમર્થન મેળવે છે.
ભારતમાં ડોક્ટરો તેમના હ્રદય રોગના દરદીઓને WhatsAppના ઉપયોગથી તેમના ઇલેક્ટ્રોકાર્ડિઓગ્રામના ફોટાઓ ઝડપથી મોકલી, મહત્વપૂર્ણ સમય અને કીંમતી જીવન બચાવે છે. મેડરિડના પર્વતોમાં, રાહત કાર્યકર્તાઓએ ખોવાયેલા હાઈકર્સને ગોતી, બચાવવા માટે WhatsAppનો ઉપયોગ કર્યો હતો. અને આજે, જો હું યુકરેઇનમાં થઈ રહ્યા રાજકારણીય ઊથલપાથલ પર નજર નાખું, તો તે જગ્યા જ્યાં મારો જનમ થયો અને જ્યાં હું સોળ વર્ષની વય સુધી રહ્યો, તેના માટે હું એ આશા સિવાય કશું કરી નથી શકતો કે WhatsAppની હવેની ગાથા ત્યાંના લોકોના આ સેવાના ઉપયોગ વડે તેમના મનની વાત કરવા અને તેમના જન્મસિદ્ધ અધિકારો માટે લડત કરવા વિષે હોય.
WhatsAppની રચના કરવામાં અમારો ધ્યેય લોકોને ટેક્નોલોજી અને સંચાર દ્વારા અધિકારસંપન્ન બનાવવાનો હતો, તે જે પણ હોય, અને જ્યાં પણ રહેતા હોય. અમારે લોકોના જીવનને નાની એવી રીતે સુધારવું હતું. તો આભાર તે શક્ય કરવા માટે. તમારી વાતો શેર કરવા માટે આાભાર, અને કૃપયા, તેમને મોકલતા રહેજો હોં - WhatsAppના તમારા નવીનતમ ઉપયોગ વિષે જાણવા અમે આતુર છીયે.