સમગ્ર વિશ્વના બિઝનેસ ફરીથી ખુલવાની અને ઓનલાઇન વ્યવહારો વધારવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે લોકોને પ્રશ્નો પૂછવા, માહિતી મેળવવા કે તેમને જોઈતી વસ્તુ ખરીદવા માટે બિઝનેસનો સંપર્ક કરવાના સરળ માધ્યમોની જરૂર છે.
આજની તારીખે અમે 5 કરોડથી વધુ WhatsApp Business ઍપ વાપરનારાઓને સપોર્ટ કરી રહ્યા છીએ. WhatsApp Business API પરના હજારો મોટા બિઝનેસ બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તે માટે મદદરૂપ થવા અમે નવી સુવિધાઓ લાવી રહ્યા છીએ. જેમાં બિઝનેસ સાથે ચેટ શરૂ કરવાની અને તેઓ કયો માલસામાન અને સેવાઓ ઓફર કરે છે તે જોવાની સુવિધાઓનો સમાવેશ થાય છે.
QRનો ઉપયોગ કરીને કોઈ બિઝનેસ સાથે ચેટ શરૂ કરવી
QR કોડ એકદમ સરળ રીતે બિઝનેસ સાથે ચેટ શરૂ કરવાનું ડિજિટલ માધ્યમ છે. આ પહેલાં, જ્યારે લોકો પોતાની પસંદના કોઈ બિઝનેસના સંપર્કમાં આવતા, ત્યારે એક-એક કરીને તેના WhatsApp નંબર તેમના સંપર્કોમાં ઉમેરવાની જરૂર પડતી હતી. હવે, ચેટ શરૂ કરવા માટે લોકો સરળતાથી બિઝનેસના સ્ટોર, પ્રોડક્ટના પેકિંગ કે રસીદ પર દર્શાવેલો QR કોડ સ્કેન કરી શકે છે.
દાખલા તરીકે, ઉત્તમ ટોય નામની રાજકોટની રમકડાંની એક દુકાને અમને આ સુવિધાને ટેસ્ટ કરવામાં મદદ કરી હતી. આ દુકાન તેઓના માલસામાનના પેકેજિંગ પર અને રમકડાંના ટેગ પર QR કોડ લગાવે છે.
QR કોડ સ્કેન કરવાથી ચેટ ખૂલશે જેમાં બિઝનેસ દ્વારા વાતચીત શરૂ કરવા માટે પહેલેથી બનાવેલો મેસેજ દેખાશે. આપમેળે જવાબ મોકલવાની સુવિધા ચાલુ કરવાથી, વાતચીત આગળ ધપાવવા માટે બિઝનેસ તરત જ તેમના કેટલોગ જેવી કોઈ માહિતી મોકલી શકે છે. QR કોડ વાપરવાનું શરૂ કરવા માટે, બિઝનેસ આ ઝડપી પગલાં અનુસરી શકે છે.
WhatsApp Business ઍપ અથવા WhatsApp Business APIનો ઉપયોગ કરી રહેલા દુનિયાભરના બિઝનેસ માટે QR કોડ આજથી ઉપલબ્ધ થઈ રહ્યા છે.
બિઝનેસ શું પૂરું પાડે છે એ જાણવા માટે કેટલોગ શેર કરવાની સુવિધા
કેટલોગ બિઝનેસને તેમનો માલસામાન અથવા સેવાઓ પ્રદર્શિત કરવાની સુવિધા આપે છે, જે વેચાણ વૃદ્ધિમાં તેમની મદદ કરી શકે છે. ગયા વર્ષે લોન્ચ કર્યા પછી, લોકો માટે WhatsApp પર બિઝનેસ સાથે વાતચીત કરવાની આ લોકપ્રિય રીત બની ગઈ છે. હકીકતમાં, દર મહિને 4 કરોડથી વધુ લોકો WhatsApp પર બિઝનેસના કેટલોગ જુએ છે.
લોકો માટે પ્રોડક્ટ શોધવાનું વધુ સરળ બનાવવા માટે, અમે કેટલોગ અને દરેક વસ્તુને વેબસાઇટ, Facebook, Instagram અને બીજે ક્યાંય પણ લિંક તરીકે શેર કરવાનું ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ. અને જો લોકો તેમને મળેલું કેટલોગ કે વસ્તુને મિત્રો કે કુટુંબીઓ સાથે શેર કરવા માગતા હોય, તો તેઓ બસ લિંકને કોપી કરીને તેને WhatsApp અથવા બીજી કોઈ જગ્યાએ પણ શેર કરી શકે છે.
કેટલોગની લિંક બધે જ ઉપલબ્ધ છે અને તેને કેવી રીતે શેર કરવી તે અંગે બિઝનેસ અહીં શીખી શકે છે.
અત્યારે બિઝનેસ નવી હકીકતને સ્વીકારીને તેની સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેને સરળતાથી ચલાવવાનો માર્ગ લાંબો અને પડકારજનક રહેશે, આવા સંજોગોમાં અમે તેમને સપોર્ટ કરવાના પૂરતા પ્રયત્નો કરવા માગીએ છીએ.