કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

લોકો માટે અને હવે બિઝનેસ માટે બનાવીએ છીએ

1 અબજ કરતાં વધુ લોકો દરરોજ તેમના કુટુંબીજનો અને મિત્રો સાથે કનેક્ટ થયેલા રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે અને સમય જતાં, વધુ લોકો તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તે બિઝનેસ સાથે સંચાર કરવા માટે પણ ઍપનો ઉપયોગ કરી રહ્યાં છે. હકીકતમાં, દરરોજ અનેક કનેક્શન પહેલાંથી જ થઈ રહ્યાં છે, પછી ભલેને તે કોઈ વ્યક્તિ સ્થાનિક બેકરીને ઓર્ડર આપી રહી હોય અથવા કોઈ વ્યક્તિ કપડાંના સ્ટોરની નવી સ્ટાઇલ પર નજર ફેરવી રહી હોય. પરંતુ WhatsApp પર હવે જે રીતે આ થાય છે તે ઠીક-ઠીક પ્રમાણમાં પ્રાથમિક થઈ ગયું છે. અમે એવા શૉપકીપરની સ્ટોરી સાંભળી છે કે જેઓ એક જ સ્માર્ટફોન પરથી સેંકડો ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે અને એવાં લોકોની વાત સાંભળી છે કે જેમને WhatsApp પર થતો બિઝનેસ પ્રમાણિત હોય છે કે નહિ તે બાબતની ખાતરી હોતી નથી. આવનારા મહિનાઓમાં, અમે નવી સુવિધાઓને ટેસ્ટ કરીશું કે જેનો હેતુ આમાંથી કેટલાક પડકારોનો ઉકેલ લાવવાનો તથા લોકો માટે તેઓ WhatsApp પર જેમનો સંપર્ક કરવા માંગતા હોય તે બિઝનેસની સાથે સંચાર કરવાનું વધુ સરળ બનાવવાનો છે. અમારો અભિગમ સરળ છે – અમે જે જાણ્યું છે તે અમે લોકોની એકબીજાની સાથે કનેક્ટ થવામાં મદદ કરવાથી લઈને લોકોની તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા બિઝનેસ સાથે કનેક્ટ થવામાં મદદ કરવા માટે લાગુ કરવા માંગીએ છીએ.

અમે જાણીએ છીએ કે બિઝનેસની અનેક અલગ-અલગ જરૂરિયાતો હોય છે. ઉદાહરણ તરીકે, તેમને સત્તાવાર હાજરી – એક ખાતરી કરેલી પ્રોફાઇલ જેથી કરીને લોકો બીજા લોકોથી બિઝનેસની ઓળખ કરી શકે – અને મેસેજનો જવાબ આપવાની વધુ સરળ રીત જોઈતી હોય છે. અમે નાની કંપનીઓ માટે મફત WhatsApp Business ઍપના માધ્યમથી નવાં ટૂલ તથા એરલાઇન, ઈ-કોમર્સ સાઇટ અને બેંક જેવી વૈશ્વિક ધોરણે ગ્રાહકોનો બેઝ ધરાવતી અને મોટા પાયા પર ચાલતી વધુ મોટી કંપનીઓ માટે એન્ટરપ્રાઇઝ સોલ્યુશન બનાવી રહ્યાં છીએ અને તેને ટેસ્ટ કરી રહ્યા છીએ. આ બિઝનેસ, ગ્રાહકોને ફ્લાઇટના સમય, ડિલિવરીનાં કન્ફર્મેશન જેવાં ઉપયોગી નોટિફિકેશન અને અન્ય અપડેટ પૂરાં પાડવાં માટે અમારા સોલ્યુશનનો ઉપયોગ કરી શકશે.

કોઈ વ્યક્તિ આસપાસમાં આવેલા બિઝનેસ સાથે સંચાર કરી રહી હોય કે વિશ્વભરમાં આવેલા બિઝનેસ સાથે, લોકો એવી અપેક્ષા રાખે છે કે WhatsApp ઝડપી, વિશ્વસનીય અને સુરક્ષિત હોય. અમે અમારા ટેસ્ટ તબક્કા દરમિયાન પ્રતિસાદને કાળજીપૂર્વક સાંભળીશું અને અમે જેમ-જેમ આ ટૂલને વધુ વ્યાપક ધોરણે ઉપલબ્ધ કરતા જઈશું તેમ-તેમ લોકોને સુમાહિતગાર રાખતા જઈશું. અમે આને યોગ્ય રીતે કરીએ અને બિઝનેસ તથા અમારા વાપરનારાઓ માટે અમે જે પૂરા પાડીશું તે નવા અનુભવો વિશે વિચારશીલ હોઈએ તે મહત્ત્વપૂર્ણ છે. વધુ માહિતી માટે, કૃપા કરીને આ વારંવાર પૂછાતા પ્રશ્નોને વાંચો.

5 સપ્ટેમ્બર, 2017

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ