૨૪ જાન્યુઆરી, ૨૦૧૯
ગયા વર્ષે જાન્યુઆરીમાં અમે WhatsApp બિઝનેસ ઍપ બહાર પાડી હતી, અને હવે દુનિયાભરમાં 50 લાખથી વધુ બિઝનેસ તેનો ઉપયોગ ગ્રાહકોને સપોર્ટ કરવા, ધંધો વધારવા અને સમુદાયોને સેવા પૂરી પાડવા માટે કરે છે. અમે ઉત્સાહિત છીએ કે અમે લાખો બિઝનેસને આગળ વધવામાં મદદ કરી છે. જેમ કે, બેંગલુરુ સ્થિત ચશ્માની બ્રાન્ડ Glassicએ જણાવ્યું કે તેમના નવા વેચાણમાંથી ૩૦ ટકા વેચાણ તો WhatsApp બિઝનેસ ખેંચી લાવ્યું છે.
WhatsApp બિઝનેસની એક વર્ષની ઉજવણી પર અમને જણાવતા આનંદ થાય છે કે, હવે તમે અમારી સૌથી લોકપ્રિય સુવિધાઓને WhatsApp વેબ અને ડેસ્કટોપ પર પણ વાપરી શકશો. એમાં સામેલ છે:
કમ્પ્યુટર પર આ સુવિધાઓના ઉપયોગથી બિઝનેસનો સમય બચાવવામાં અને ઝડપથી ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળે છે. અમે WhatsApp બિઝનેસને આમ જ નવી સુવિધાઓ સાથે આગળ વધારતા રહેવા માટે ઉત્સાહિત છીએ. જેથી, ગ્રાહકો સહેલાઈથી પોતાના માટે મહત્ત્વ ધરાવતા બિઝનેસને શોધીને તેમની સાથે જોડાઈ શકે.