17 નવેમ્બર, 2022
આજે અમે WhatsApp પર બિઝનેસમાંથી કંઈક શોધવા, મેસેજ મોકલવા અને ખરીદવામાં લોકોને મદદ કરવા માટે અમે શું બનાવી રહ્યાં છીએ તે બાબતે અપડેટ શેર કરી રહ્યા છીએ. અમારી ટીમ આજે બ્રાઝિલમાં છે જ્યાં અમે સમગ્ર શોપિંગ અનુભવને સીધા જ WhatsApp ચેટમાં લાવવા માટેના અમારા વિઝનની ચર્ચા કરી રહ્યા છીએ.
લોકો WhatsApp પર પહેલેથી જ રહેલા લાખો નાના બિઝનેસ અને હજારો બ્રાન્ડ પાસેથી ઝડપથી સહાયતા મેળવવા માટે એક અનુકૂળ રીત ઇચ્છે છે. આજે અમે સીધા WhatsApp પર જ બિઝનેસને શોધવાની ક્ષમતા લોન્ચ કરી રહ્યાં છીએ જેથી લોકો હવે કેટેગરી દ્વારા બિઝનેસને બ્રાઉઝ કરી શકે – જેમ કે મુસાફરી અથવા બેંકિંગ – અથવા બિઝનેસના નામ દ્વારા શોધી શકે છે. આ, લોકોને વેબસાઇટમાંથી ફોન નંબર શોધવા અથવા તેમના સંપર્કોમાં નંબર લખવાથી બચાવશે.
અમે બિઝનેસ શોધને એવી રીતે બનાવી છે કે જે લોકોની પ્રાઇવસી જાળવી રાખે. તમે જે શોધો છો તેની પ્રક્રિયા એવી રીતે કરવામાં આવે છે કે જે તમારા એકાઉન્ટ સાથે પાછી લિંક કરી શકાય નહિ. શરૂ કરવા માટે, અમે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુકેમાં બિઝનેસ શોધવાની ક્ષમતા લાવી રહ્યાં છીએ જ્યાં લોકો અમારા WhatsApp Business પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કંપનીઓ શોધી શકે છે. બ્રાઝિલમાં, શોધ નાના-નાના બિઝનેસ શોધવામાં પણ લોકોની મદદ કરશે.
જેમ-જેમ વધુ બિઝનેસ WhatsAppનો ઉપયોગ કરે છે, તેમ-તેમ અમારો પ્રથમ સિદ્ધાંત, લોકો પાસે તેમની વાતચીત પરનું નિયંત્રણ રહે, તે એમ જ રહે છે. WhatsApp માટે આને યોગ્ય રીતે કરવું એટલું જ મહત્ત્વપૂર્ણ છે જેટલું અમારા પર નિર્ભર રહેતાં લોકો અને બિઝનેસ માટે છે. કેટલાક તાજેતરના બિઝનેસ કે જે WhatsAppમાં જોડાયા છે તે લોકોને બેંક એકાઉન્ટ ખોલવામાં, તેમની મેટ્રો ટિકિટ ખરીદવામાં અને કરિયાણાનો ઓર્ડર આપવામાં મદદ કરી રહ્યા છે.
આખરે અમે ઇચ્છીએ છીએ કે લોકો તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ વડે સીધા ચેટથી જ સુરક્ષિત પેમેન્ટ કરી શકે. અમે તાજેતરમાં જ ભારતમાં આ અનુભવ લોન્ચ કર્યો છે અને હવે અમે બહુવિધ પેમેન્ટ ભાગીદારો સાથે બ્રાઝિલમાં આનું પરીક્ષણ કરવા માટે ઉત્સાહિત છીએ. આ ખામીરહિત ચેકઆઉટ અનુભવ તેવાં લોકો અને બિઝનેસ માટે જડ-મૂળથી બદલાવ લાવનારો બની રહેશે જેઓ વેબસાઇટ પર ગયા વિના, બીજી ઍપ ખોલ્યા વિના અથવા રૂબરૂ પેમેન્ટ કર્યા વિના WhatsApp પર ખરીદી અને વેચાણ કરવા માંગતા હોય છે.
આ નવા અનુભવો WhatsAppને લોકો માટે તેમના મનગમતા બિઝનેસ સાથે કનેક્ટ થવાની શ્રેષ્ઠ રીત બનાવવાનો ભાગ છે. અમે તમારા પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.