સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર બિઝનેસ માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ AI ટૂલ, Meta Verified અને વધુ

WhatsApp એ લોકો અને બિઝનેસ માટે રોજિંદા જીવનના સંચારનું માધ્યમ બની ગયું છે અને અમે બંને માટે અનુભવોને બહેતર બનાવવા માટે ટૂલ બનાવવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ. આજે સાઓ પાઉલોમાં અમારી વૈશ્વિક Conversationsની ઇવેન્ટમાં, અમે અનેક નવી સુવિધાઓની જાહેરાત કરી કે જે બસ તે કરવામાં મદદ કરવાની છે.

AI સાથે વધુ વિકલ્પો

અમે માનીએ છીએ કે AI ટૂલ લોકો જેની શોધમાં છે તે મદદ તેમને મેળવી આપવામાં અને નવી પ્રોડક્ટ તથા સેવાઓને પણ શોધી આપવામાં બિઝનેસની મદદ કરી શકે છે. અમે કોઈ પણ બિઝનેસ માટે તેને મળે છે તે સૌથી વધુ લોકપ્રિય પ્રશ્નો પર AIને ઉપયોગમાં લેવા માટેની રીતો પ્રસ્તુત કરી રહ્યાં છીએ જેથી તમે જેની શોધમાં છો તે જવાબ તમે ઝડપથી મેળવી શકો. અમે Instagram કે Facebook પર ચલાવવા માટેની જાહેરાત બનાવવા અને બિઝનેસ તે ગ્રાહકોની સાથે ફોલો અપ કરી રહ્યા છે કે જેઓ તેમનો અભિપ્રાય/વાત સાંભળવા માંગે છે તેની ખાતરી કરવામાં મદદ કરવા માટે AI ટૂલને સમેકિત પણ કરી રહ્યાં છીએ – ઉદાહરણ તરીકે, લોકોને એ યાદ અપાવવા માટે કે તેઓએ તેમના કાર્ટમાં વસ્તુ છોડી દીધેલી છે અથવા તેઓ જેની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે તે માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવા.

Meta Verified એ WhatsApp પર આવે છે

અમે બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા અને કોલમ્બિયામાં WhatsApp Business ઍપ પર Meta Verified રજૂ કરવાનું પણ શરૂ કરી રહ્યા છીએ. જ્યારે તમે Meta ખાતરી કર્યાનો બેજ જુઓ, ત્યારે આનો અર્થ એ થાય કે બિઝનેસે Meta સાથે તેમની માહિતીને રજિસ્ટર કરાવી છે અને તે કોઈ અન્ય હોવાનો ઢોંગ કરનારની સામે રક્ષણ મેળવી રહ્યું છે. Meta Verifiedનો ઉપયોગ કરી રહેલા બિઝનેસને Meta પાસેથી બહેતર બનાવેલ એકાઉન્ટ સપોર્ટ પણ મળે છે અને તેઓ તેમના કર્મચારીઓ માટે એકથી વધુ ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરી શકે છે. તમને આ બિઝનેસ માટેનો એ જ Meta ખાતરી કર્યાનો બેજ તેમની ચેનલ અને કસ્ટમ WhatsApp પેજ પર પણ દેખાશે કે જે સોશિયલ મીડિયા અને વેબ પર સહેલાઈથી શેર કરવામાં આવે છે. અમે ટૂંક સમયમાં આ મહત્ત્વપૂર્ણ સેવાને વધુ બિઝનેસ અને દેશોમાં વિસ્તારવાની આતુરતાથી રાહ જોઈએ છીએ.

કૉલિંગની સુવિધાને મોટા બિઝનેસ સાથેની ચેટમાં લાવવી

તે સમય માટે જ્યારે તમારે કોઈની સાથે લાઇવ વાત કરવાની જરૂર હોય, અમે બસ એક ટેપમાં WhatsApp પર મોટા બિઝનેસને કૉલ કરવા માટેની ક્ષમતા પ્રસ્તુત કરી રહ્યા છીએ. જો તમારી પાસે જટિલ મુસાફરીની વિનંતી છે અથવા તમે તમારી બેંકની સાથે એક નવું એકાઉન્ટ ખોલવા બાબતે ચર્ચા કરવા માંગતા હો, તો એક ઝડપી કૉલ મદદ મેળવવા માટેની શ્રેષ્ઠ રીત હોઈ શકે છે. અમે હમણાં જ આ સુવિધાનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે અને આવનારા મહિનાઓમાં વધુ બિઝનેસ સુધી તેને વિસ્તારિત કરીશું.

અમે આશા રાખીએ છીએ કે તમે WhatsApp પર બિઝનેસની સાથે ચેટ કરવાની આ નવી રીતોનો આનંદ લેશો.

6 જૂન, 2024

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)