19 મે, 2022
વૈશ્વિક સ્તરે લોકો અને બિઝનેસ માટે, બિઝનેસ હવે WhatsApp પર થવા લાગ્યો છે. ભલે મમ્મી-પપ્પા દ્વારા ચલાવાતી દુકાન હોય કે પછી ફોર્ચ્યુન 500 કંપની હોય, આજે તમામ કદના બિઝનેસ તેમના ગ્રાહકોને મદદ કરવા WhatsApp પર આધાર રાખે છે.
જે રીતે WhatsAppએ પ્રિયજનો માટે ભૌગોલિક સીમાઓ ઓળંગીને મુક્તપણે વાતચીત કરવાનું સંભવ બનાવ્યું છે, તે જ રીતે બિઝનેસ સાથે વાતચીત કરતી વખતે આપણે સૌએ અનુભવેલા પડકારોને અમે ભૂતકાળ બનાવવા માંગીએ છીએ. એનો અર્થ છે કે હવે હોલ્ડ પર રહેવાની, કામ ન કરતી વેબસાઇટ પર અટવાઈ જવાની કે પછી એવી જગ્યાએ ઇમેઇલ મોકલવાની કોઈ જરૂર નથી જ્યાં ખબર પણ ન પડે કે તેને વાંચવામાં આવ્યો પણ હતો કે નહીં.
આજ સુધીમાં, અમે લાખો બિઝનેસને WhatsApp થકી બહેતર કરવામાં મદદ કરી છે. હવેનું પગલું છે WhatsAppને એ દરેક બિઝનેસ માટે ઉપલબ્ધ બનાવવાનું જેમને પોતાના ગ્રાહકો સાથે વાતચીત કરવાનો ઝડપી, અનુકૂળ અને વિશ્વસનીય માર્ગ જોઈએ છે.
આજે અમે Meta દ્વારા પ્રદાન કરાયેલ મફત, સુરક્ષિત ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ પૂરી પાડીને WhatsAppને કોઈ પણ કદના, કોઈ પણ બિઝનેસને, વિશ્વના કોઈ પણ ખૂણે ઉપલબ્ધ બનાવવા માટે એક નોંધપાત્ર પગલું લઈ રહ્યાં છીએ. આ નવી API થકી અમે સ્ટાર્ટ-અપ સમયને મહિનાઓમાંથી ઘટાડીને મિનિટોનો કરી દીધો છે, જેથી બિઝનેસ અને ડેવલપરો તેમના અનુભવને વધુ કસ્ટમાઈઝ કરવા અને તેમના ગ્રાહકોને જવાબ આપવાની ઝડપ વધારી શકે તે માટે સીધી જ WhatsApp પર નિર્માણ કરેલી અમારી સેવાને ઝડપથી અને સહેલાઈથી એક્સેસ કરી શકે. આ સેવાઓ અમારા ભાગીદારો માટે મોંઘા સર્વર ખર્ચ પણ દૂર કરશે અને તેમને નવી સુવિધાઓ પર ત્વરિત એક્સેસ આપશે. શરૂ કરવા કરવા માટે બિઝનેસ સીધા જ સાઇન અપ કરી શકે છે અથવા અમારા કોઈ બિઝનેસ સોલ્યુશન પ્રોવાઇડર સાથે મળીને કામ કરી શકે છે.
આટલા વર્ષોમાં અમને ખ્યાલ આવ્યો છે કે WhatsAppનો ઉપયોગ કરતા નાના બિઝનેસ કેવી રીતે વૃદ્ધિ પામે છે અને અમે તેમને અતિરિક્ત ટૂલ વડે સહયોગ કરવા માંગીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેટલાક બિઝનેસ ક્લાઉડ-આધારિત APIનો ઉપયોગ કરવા માંગશે, જો કે ઘણા તો પણ WhatsApp Business ઍપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. અમે આ બિઝનેસ ફક્ત થોડા જ લોકો સુધી સીમિત ન રહે અને તેની કામગીરી કરી શકવાની મર્યાદા દૂર કરી શકાય તે રીતની ઉન્નત સુવિધાઓ પર પણ કાર્ય કરી રહ્યાં છીએ જેથી તેમની બ્રાન્ડને વધુ વિસ્તૃત કરી શકાય - જેમ કે 10 સુધીના ડિવાઇસ પર ચેટને મેનેજ કરવાની ક્ષમતા જેથી તેઓ ચેટના ધસારાનું બહેતર સંચાલન કરી શકે. અમે કસ્ટમાઈઝ કરી શકાય તેવી WhatsApp ક્લિક-ટુ-ચેટ લિંક પણ પ્રદાન કરીશું જેથી બિઝનેસને તેમની ઓનલાઇન ઉપસ્થિતિમાં ગ્રાહકોને આકર્ષવામાં મદદ મળે. અમે આ સુવિધાઓને WhatsApp Business ઍપમાં એક નવી પ્રીમિયમ સેવાના ભાગરૂપે ફી લઈને અતિરિક્ત, વૈકલ્પિક સુવિધાઓ તરીકે ઓફર કરવાનું આયોજન કરી રહ્યાં છીએ ભવિષ્યમાં અમારી પાસે શેર કરવા માટે વધુ વિગતો હશે.
બિઝનેસને સપોર્ટ કરવાના આ નવા માર્ગો સાથે, વ્યક્તિ-થી-બિઝનેસ વાતચીતો માટેના અમારા મૂલ્યો હજી પણ બદલાયા નથી. લોકો જે બિઝનેસ સાથે ચેટ કરે છે તેનું નિયંત્રણ ધરાવે છે અને બિઝનેસ લોકોને ત્યાં સુધી મેસેજ મોકલી શકતા નથી જ્યાં સુધી તેઓએ પોતાનો સંપર્ક કરવાની વિનંતી કરી હોય.
અમે આશા રાખીએ છીએ કે લોકો WhatsApp પર તેમના વધુ ને વધુ મનગમતા બિઝનેસ સાથે ચેટ કરવાની ક્ષમતાનો આનંદ માણે, અને અમે નવા બિઝનેસ કેવી રીતે નિર્માણ, વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશે તે સાંભળવા આતુર છીએ.